શાંઘાઈ ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલની સ્પર્ધામાં દાખલ થઈ સૂઈ ધાગા

16 June, 2019 10:30 AM IST  | 

શાંઘાઈ ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલની સ્પર્ધામાં દાખલ થઈ સૂઈ ધાગા

‘સૂઈ ધાગા: મેડ ઇન ઇન્ડિયા’

શાંઘાઈ ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલના ધ બેલ્ટ ઍન્ડ રોડ ફિલ્મ વીકની સ્પર્ધામાં ‘સૂઈ ધાગા: મેડ ઇન ઇન્ડિયા’ સામેલ થઈ છે. આ એકમાત્ર હિન્દી ફિલ્મ છે જેને આ ફેસ્ટિવલમાં સ્થાન મળ્યું છે. આ ફિલ્મમાં વરુણ ધવન અને અનુષ્કા શર્મા મુખ્ય રોલમાં જોવા મળ્યાં હતાં. ભારતના સ્થાનિક કા‌રીગરોના કૌશલ્યને દેખાડવામાં આવી છે. ફિલ્મને મળેલી આ સિદ્ધિથી વરુણ ધવને કહ્યું હતું કે ‘મને આશા છે કે આ ફિલ્મ આ ફેસ્ટિવલમાં લોકોનાં દિલ જીતશે. તેમને અમારી મેડ ઇન ઇન્ડિયા જરૂર પસંદ પડશે.’

આ પણ વાંચો : એકતા કપૂરની વેબ-સીરીઝમાં એન્ટ્રી કરશે તુષાર કપૂર અને મલ્લિકા શેરાવત

સાથે જ આ ફેસ્ટિવલમાં ફિલ્મને મળેલા સ્થાનથી અનુષ્કા શર્માએ કહ્યું હતું કે ‘આ ફિલ્મની સ્ટોરીએ સમગ્ર વિશ્વના લોકો પર અમીટ છાપ છોડી છે. આ ફિલ્મ શાંઘાઈ ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલના ધ બેલ્ટ ઍન્ડ રોડ ફિલ્મ વીકમાં સામેલ થવું એ મારા માટે ખૂબ મહત્વ ધરાવે છે. એનાથી સાબિત થાય છે કે સારું કન્ટેન્ટ ભાષા કે કલ્ચરને આધિન નથી હોતું.’

Sui Dhaaga varun dhawan anushka sharma bollywood news