બોલે ચૂડિયાંમાં નવાઝુદ્દીન સાથે જોવા મળશે અનુરાગ કશ્યપ

25 June, 2019 09:25 AM IST  |  મુંબઈ

બોલે ચૂડિયાંમાં નવાઝુદ્દીન સાથે જોવા મળશે અનુરાગ કશ્યપ

નવાઝુદ્દીન

અનુરાગ કશ્યપ ફરી એક વાર ‘બોલે ચૂડિયાં’માં ઍક્ટિંગ કરતો જોવા મળશે. આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી લીડ રોલમાં છે. નવાઝુદ્દીનનો ભાઈ શમાસ સિદ્દીકી આ ફિલ્મ દ્વારા ડિરેક્શનમાં એન્ટ્રી કરવાનો છે. મૌની રૉયનાં વધી ગયેલાં નખરાંને કારણે આ ફિલ્મમાંથી મૌની રૉયને કાઢવામાં આવી છે. નવી ઍક્ટ્રેસ માટે શોધ ચાલી રહી છે. આ ફિલ્મમાં હવે અનુરાગ કશ્યપને પણ પસંદ કરવામાં આવ્યો છે. આ વિશે અનુરાગે કહ્યું હતું કે ‘હું હાલમાં એટલું જ જાણું છું કે આ ફિલ્મમાં હું કામ કરી રહ્યો છું. પહેલી વાર એવું બન્યું છે જ્યારે નવાઝે મને કંઈક કરવા કહ્યું હોય અને મને તેના પર પૂરો ભરોસો છે.’

સાડાસાતી ક્યારે પૂરી થાય એની રાહ જોઈ રહ્યો છે અનુરાગ કશ્યપ

અનુરાગ કશ્યપનું કહેવું છે કે મેં ‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર’ બનાવી છે ત્યારથી મારી લાઇફનું સત્યાનાશ વળી ગયું છે. આ ફિલ્મ ૨૦૧૨ની ૨૨ જૂને રિલીઝ થઈ હતી. આ ફિલ્મની સ્ટોરી ઝારખંડના વાસેપુરની સત્યઘટના પર આધારિત હતી. આ ફિલ્મની સીક્વલ પણ બનાવવામાં આવી હતી. લોકોની ઇચ્છા છે કે તે આવી જ ફિલ્મો હજી પણ બનાવે. આ ફિલ્મની રિલીઝનાં ૭ વર્ષ પૂરાં થતાં આ સાડાસાતી જલદી ખતમ થાય એવું જણાવતાં અનુરાગ કશ્યપે કહ્યું હતું, ‘સાત વર્ષ પહેલાં જ મારી લાઇફ બરબાદ થઈ ગઈ હતી. ત્યારથી દરેક વ્યક્તિ એવી જ આશા રાખી રહી છે કે હું આવી સ્ટોરીવાળી ફિલ્મો વારંવાર બનાવું. જોકે લોકોની એ આશાથી દૂર ભાગવામાં હું નિષ્ફળ રહ્યો છું. આશા રાખું કે ૨૦૧૯ના અંતે હું આ સાડાસાતીમાંથી બહાર આવું.’

મારી ફિલ્મ ન હોવા છતાં પણ લોકો મને ક્રેડિટ આપે છે: અનુરાગ કશ્યપ

અનુરાગ કશ્યપનું કહેવું છે કે અનેક વાર એવું બન્યું છે કે તેની ફિલ્મ ન હોવા છતાં પણ લોકો તેને ક્રેડિટ આપી જાય છે. આ વાતથી તે ઘણી વાર અસહજતા અનુભવે છે. અનુરાગને જે પણ ફિલ્મ પસંદ પડે છે એને તે પોતાની રીતે પ્રમોટ કરે છે. આ વિશે વધુ જણાવતાં અનુરાગે કહ્યું હતું કે ‘મને કોઈ ફિલ્મ પસંદ પડે તો હું એને પ્રમોટ કરું છું. મારું એવું માનવું છે કે ફિલ્મમેકર્સ વચ્ચે મારા નામને લઈને કેટલીક માન્યતાઓ છે. મને પણ ઘણી વાર એવું લાગે છે કે મારી ફિલ્મ ન હોવા છતાં પણ મને ક્રેડિટ આપવામાં આવે છે. ખાસ કરીને ત્યારે જ્યારે હું નવોદિત ફિલ્મમેકર્સની ફિલ્મને પ્રોડ્યુસ કરતો હોઉં. લોકો એમ માની બેસે છે કે મેં જ એ ફિલ્મ બનાવી છે. જોકે એ ખરું નથી, કારણ કે મારી પ્રોડ્યુસ કરેલી ફિલ્મના સેટ પર હું કદી પણ નથી જતો. હું આવું કંઈ જ નથી કરતો.’

આ પણ વાંચો : બ્રેકઅપની ખબરો વચ્ચે ટાઈગર અને દિશાની ડિનર ડેટ

‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર’એ ૫૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. અનુરાગનું કહેવું છે કે એવા કેટલાક નવોદિત ફિલ્મમેકર્સ પણ છે જેમની ફિલ્મે તેની ફિલ્મો કરતાં વધુનો બિઝનેસ કર્યો છે. પોતાની ઇચ્છા પ્રમાણે લાઇફ જીવવા માગતો હોવાનું જણાવતાં અનુરાગે કહ્યું હતું કે ‘મને શું કામ અટેન્શન આપવામાં આવે છે? હું એનાથી કમ્ફર્ટેબલ નથી. હું ફોટોગ્રાફર સામે પોઝ ન આપી શકું. હું ફક્ત ચોક્કસ વિષય પર ચર્ચા કરી શકું છું. જો મારા હાથમાં હોત તો હું મારું નામ અને મારો ચહેરો પણ બદલી નાખું. મને એક વાતનું આશ્ચર્ય થાય છે કે શું કામ હું રસ્તા પર નથી ચાલી શકતો અને હું જે છું એ કેમ નથી રહી શકતો? ઘણી વાર મને એમ લાગે છે કે અનુરાગ કશ્યપ કોઈ અન્ય વ્યક્તિ છે.’

nawazuddin siddiqui anurag kashyap bollywood news