દિલીપકુમારના સ્ટારડમને યાદ કરતાં કર્માનો એક ફોટો શૅર કર્યો અનુપમ ખેરે

21 June, 2019 09:42 AM IST  | 

દિલીપકુમારના સ્ટારડમને યાદ કરતાં કર્માનો એક ફોટો શૅર કર્યો અનુપમ ખેરે

કર્માનો એક ફોટો શૅર કર્યો અનુપમ ખેરે

અનુપમ ખેરે ‘કર્મા’નો એક ફોટો શૅર કરીને દિલીપકુમારના સ્ટારડમને અને જૂની યાદોને વાગોળ્યાં હતાં. સુભાષ ઘઈની આ ફિલ્મમાં અનુપમ ખેરે ડૉ. ડૅન્ગનું અને દિલીપકુમારે રાણા વિશ્વપ્રતાપ સિંહનું પાત્ર ભજવ્યું હતું. ફોટોમાં બન્ને સામસામે છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનુપમ ખેરે કૅપ્શન આપી હતી કે ‘ડૉ. ડૅન્ગ અને રાણા વિશ્વપ્રતાપ સિંહની આ એક યાદગાર મુલાકાત હતી. સુભાષ ઘઈની ‘કર્મા’નું મારું પહેલા દિવસનું આ શૂટિંગ હતું.

આ પણ વાંચો : ટિપ ટિપ બરસા પાની મારી કરીઅર સાથે સંકળાયેલું અગત્યનું ગીત છે: અક્ષય

એક ખરા અભિનેતા અને લેજન્ડની સાથે એક જ ફ્રેમમાં હોવાથી હું ભય, મૂંઝવણ અનુભવવા સાથે જ ઉત્સાહિત પણ હતો. તેઓ રિલૅક્સ્ડ હતા. તેઓ માત્ર ઍક્ટિંગ કરતા હતા. જોકે હું રિલૅક્સ્ડ નહોતો. જોકે શૂટ પૂરું થયા બાદ તેમણે મારા ખભે હાથ મૂકીને એવો અહેસાસ કરાવ્યો હતો કે મારો સમય આવી ગયો છે. દિલીપ સાબ જેવુ કોઈ બન્યું નથી અને તેમનું સ્થાન કોઈ લઈ પણ શકશે નહીં. તેઓ ભારતના એક મહાન કલાકાર છે. જય હો.’

anupam kher dilip kumar bollywood news