અનુપમ ખેર મારા ગુરુ છે : ઈશા ગુપ્તા

12 May, 2019 12:28 PM IST  |  મુંબઈ

અનુપમ ખેર મારા ગુરુ છે : ઈશા ગુપ્તા

ઈશા ગુપ્તા

અનુપમ ખેરની ટ્રેઇનિંગ સ્કૂલમાંથી ઍક્ટિંગની તાલીમ લેનારી ઈશા ગુપ્તાનું કહેવું છે કે અનુપમ ખેર તેના ગુરુ છે. આ બન્ને ‘વન ડે’માં સાથે જોવા મળવાનાં છે. ક્રાઇમ પર આધારિત આ ફિલ્મમાં ઈશા પોલીસના રોલમાં અને અનુપમ ખેર વકીલના પાત્રમાં જોવા મળવાનાં છે. આ ફિલ્મ ૧૪ જૂને રિલીઝ થવાની છે. અનુપમ ખેર વિશે પોતાની લાગણી વ્યક્ત કરતાં ઈશાએ કહ્યું હતું કે ‘અનુપમ ખેર સર મારા ગુરુ છે. મેં મારી ઍક્ટિંગની ટ્રેઇનિંગ તેમની સ્કૂલ ઍક્ટર પ્રિપેર્સમાંથી લીધી હતી. આપણે સૌકોઈ એ વાત જાણીએ છીએ કે તેઓ ઉમદા કલાકાર છે.

આ પણ વાંચો : શુભ મંગલ સાવધાનની સીક્વલમાં ગે લવ સ્ટોરીમાં દેખાશે આયુષ્માન ખુરાના

જોકે તેઓ સાથે જ એક ગ્રેટ ટીચર પણ છે. હું ખૂબ ખુશ છું કે મને તેમની સાથે કામ કરવાની તક મળી. ‘વન ડે’ ફિલ્મની વાત કરું તો મારા માટે આ વસ્તુ એક સર્કલ સમાન છે, કારણ કે હું મારા ગુરુ સામે ઍક્ટિંગ કરી રહી છું. અનેક ફિલ્મો કર્યા બાદ અને અદ્ભુત પાત્રો ભજવ્યા બાદ પણ એ બાબત ખરેખર ગજબની છે કે અનપમ ખેર સર પોતાની જાતને ડિરેક્ટરને સોંપી દે છે. તેઓ સતત એ વાતની ચર્ચા કરે છે કે કોઈ સીનને અલગ રીતે કેમ કરીને રજૂ કરી શકાય છે, જે ખૂબ જરૂરી પણ છે.’

esha gupta bollywood news anupam kher