Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શુભ મંગલ સાવધાનની સીક્વલમાં ગે લવ સ્ટોરીમાં દેખાશે આયુષ્માન ખુરાના

શુભ મંગલ સાવધાનની સીક્વલમાં ગે લવ સ્ટોરીમાં દેખાશે આયુષ્માન ખુરાના

12 May, 2019 12:21 PM IST | મુંબઈ

શુભ મંગલ સાવધાનની સીક્વલમાં ગે લવ સ્ટોરીમાં દેખાશે આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાના


‘શુભ મંગલ સાવધાન’ની સીક્વલમાં આયુષ્માન ખુરાના ગે લવ સ્ટોરી દેખાડશે. ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’ને આનંદ એલ. રાય ડિરેક્ટ કરશે. આ ફિલ્મની સ્ટોરી એક એવા પરિવારની આસપાસ ફરશે જેમનો દીકરો ગે છે. ફિલ્મનું કાસ્ટિંગ હજી ચાલી રહ્યું છે. ફિલ્મને આવતા વર્ષે રિલીઝ કરવાની યોજના છે. આ ફિલ્મ ભરપૂર મનોરંજન પીરસશે એવું જણાવતાં આયુષ્માને કહ્યું હતું કે ‘આ ખૂબ જ સુંદર સ્ટોરી બનવાની છે. આનંદ એલ. રાય એને પોતાની સ્ટાઇલથી રજૂ કરશે જે સૌનાં દિલને સ્પર્શી જશે. સાથે જ તમારા ચહેરા પર સ્માઇલ પણ છોડી જશે.

આ પણ વાંચો : મેં પ્રૅન્ક રમવાનું બંધ કર્યું છે: અજય દેવગન



ઘણા સમય બાદ મને આવી બ્રિલિયન્ટ ફિલ્મની સ્ટોરી સાંભળવા મળી છે. હોમોસેક્સ્યુઅલિટીના વિષયને આ ફિલ્મ દ્વારા ખૂબ જ સમજદારીપૂર્વક રજૂ કરવામાં આવશે. હું ખૂબ ખુશ છું કે મને ફરી એક વાર તેમની સાથે કામ કરવાની તક મ‍ળી છે. આ એક મનોરંજનથી ભરપૂર ફિલ્મ રહેશે જે તમને વિચારતા કરી દેશે. સાથે જ આ ફિલ્મ સારા સિનેમાની એક અમીટ છાપ છોડી જશે.’


Whatsapp-channel Whatsapp-channel

12 May, 2019 12:21 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK