કંગનાને હાર્ડ વર્કને કારણે હંમેશાં યાદ કરવામાં આવશે : અનુપમ ખેર

26 February, 2019 12:04 PM IST  | 

કંગનાને હાર્ડ વર્કને કારણે હંમેશાં યાદ કરવામાં આવશે : અનુપમ ખેર

અનુપમ ખેર

અનુપમ ખેરે તાજેતરમાં જ જણાવ્યું હતું કે કંગના રનોટને તેના હાર્ડ વર્કને કારણે હંમેશાં યાદ રાખવામાં આવશે. ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઑફ ઝાંસી’માં કંગના મેકૅનિકલ ઘોડાનો ઉપયોગ કરી રહી છે એવો વિડિયો વાઇરલ થતાં તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. એના પર પ્રતિક્રિયા આપતાં અનુપમ ખેરે કહ્યું હતું કે ‘પોતાના દમ પર આ મુકામ પર પહોંચેલી કંગના રનોટ પ્રત્યે કેટલું ઝેર ઓકવામાં આવી રહ્યું છે! તેને ‘ઍક્ટિંગ’નો ઇડિયટ કહી શકાય. પૂરી દુનિયાના કલાકારો આવી રીતે જ કામ કરે છે. કંગનાને તો ફિલ્મોમાં તેનાં સમર્પણ અને હાર્ડ વર્ક માટે દશકો સુધી યાદ રાખવામાં આવશે. તેના નામનો દુરુપયોગ કરીને તમે ૧૫ મિનિટની પ્રસિદ્ધિ મેળવી લીધી છે.’

આ પણ વાંચો : આપણા બહાદુર સૈનિકો જ દેશના ખરા હીરો છે : સોનુ સુદ

બનાવટી ઘોડાને લઈને ઊડી રહી છે કંગનાની મજાક

‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’માં કંગના રનોટ એક નકલી ઘોડા પર સવાર થઈને યુદ્ધનું સીન શૂટ કરી રહી છે, જેને લઈને કંગનાની મજાક ઉડાવવામાં આવી રહી છે. આ ફિલ્મે બૉક્સ-ઑફિસ પર ધમાલ મચાવી છે. કંગનાનો આ વિડિયો વાઇરલ થતાં એવી ચોખવટ કરવામાં આવી હતી કે કલાકાર ઘોડસવારી શીખી રહી હતી. કંગનાની બહેન રંગોલીએ તેનો પક્ષ લેતાં કહ્યું હતું કે મેકૅનિકલ ઘોડાનો ઉપયોગ ક્લોઝ-અપ સીન માટે કરવામાં આવે છે. હૉલીવુડમાં પણ આવી રીતે જ ફિલ્મ શૂટ કરવામાં આવે છે.

anupam kher kangana ranaut bollywood news