જાતિની સમાનતા પર બોલનારાઓનો અવાજ સોસાયટી દબાવી દે છે: અનુભવ

11 July, 2019 12:13 AM IST  |  મુંબઈ

જાતિની સમાનતા પર બોલનારાઓનો અવાજ સોસાયટી દબાવી દે છે: અનુભવ

અનુભવ સિંહા

અનુભવ સિંહાનું કહેવું છે કે જાતિને લઈને સમાનતા પર બોલનારાંઓનો અવાજ આપણો સમાજ દબાવી દે છે. અનુભવ સિંહાએ જાતિ અને ધર્મનાં આધારે થતાં મતભેદને દેખાડતી ‘આર્ટિકલ 15’ બનાવી છે. આયુષ્માન ખુરાનાની આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ પડી રહી છે. આપણાં દેશનાં બંધારણની કલમ ૧૫ પ્રમાણે સૌને સમાન અધિકાર મળવો જોઈએ. જોકે દેશનાં કેટલાક ભાગોમાં આ કલમને મહત્ત્વ નથી આપવામાં આવતું. આ ફિલ્મમાં એમ દેખાડવામાં આવ્યું છે કે મોહમ્મદ ઝીશાન અય્યુબ દલિત નેતા નિશાદનું પાત્ર ભજવી રહ્યો છે. તે સમાજમાં ફેલાયેલી અસમાનતા વિરુદ્ધ અવાજ ઉઠાવે છે. જોકે ફિલ્મમાં તેની હત્યા કરવામાં આવે છે. તેની હત્યા શું કામ કરવામાં આવી એવો સવાલ પૂછવામાં આવતાં એનો જવાબ આપતાં અનુભવ સિંહાએ કહ્યું હતું કે ‘મારી ઈચ્છા હતી કે લોકો તેને યાદ કરે, તેનાં માટે રડે અને સવાલ પૂછે કે તેને શું કામ મરવુ પડ્યું? નિશાદ જેવા લોકોની આપણાં સમાજમાં હત્યા કરવામાં આવે છે. શું આપણે નથી જાણતાં કે રોહિત વેમુલાને શું કામ મોતને ગળે લગાવવુ પડ્યું? કન્હૈયા કુમાર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. એ પણ એક સત્ય છે.

આ પણ વાંચો : અમિતાભ બચ્ચન સાથે પહેલું દૃશ્ય શૂટ કરવાને લઈને ઉત્સાહી છે આયુષ્માન

નિશાદ જેવા લોકો જે યોગ્ય સવાલ પૂછીને અવાજ ઉઠાવે છે અને પછાત જાતિનાં લોકોનું પ્રતિનીધિત્વ કરે છે તેમનો અવાજ આપણે જ સમાજમાં રહીને દબાવીએ છીએ. આપણે તેમની હત્યા કરીએ છીએ અને આ જ કારણ છે કે તેઓ હંમેશાં માટે પછાત જ રહે છે.’

anubhav sinha bollywood news