Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અમિતાભ બચ્ચન સાથે પહેલું દૃશ્ય શૂટ કરવાને લઈને ઉત્સાહી છે આયુષ્માન

અમિતાભ બચ્ચન સાથે પહેલું દૃશ્ય શૂટ કરવાને લઈને ઉત્સાહી છે આયુષ્માન

10 July, 2019 10:31 AM IST |

અમિતાભ બચ્ચન સાથે પહેલું દૃશ્ય શૂટ કરવાને લઈને ઉત્સાહી છે આયુષ્માન

આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાના


આયુષ્માન ખુરાના ઉત્સાહીત હોવાની સાથે જ ચિંતીત છે કેમ કે તે પહેલી વાર અમિતાભ બચ્ચન સાથે કામ કરી રહ્યો છે. આ બન્ને શૂજિત સરકારની ‘ગુલાબો સિતાબો’માં જોવા મળવાનાં છે. આયુષ્માનનું કહેવું છે કે તેમની સાથે ફિલ્મમાં કામ કરવું એક લર્નિંગ એક્સપિરીયન્સ રહેશે. આયુષ્માન બાળપણથી અમિતાભ બચ્ચનનો ફૅન છે.

આયુષ્માને ‘વિકી ડોનર’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ પણ શૂજિત સરકારે બનાવી હતી. એથી તેમનો આભાર વ્યક્ત કરતાં આયુષ્માને કહ્યું હતું કે ‘મેં જ્યારથી શૂજિત સર સાથે ‘વિકી ડોનર’માં કામ કર્યું હતું ત્યારથી જ હું તેમનાં જેવા જિનીયસ સાથે ફરીથી કામ કરવાની ઈચ્છા રાખતો હતો. તે સ્ટોરી કહેવામાં માસ્ટર છે.



બૉલીવુડમાં તેમની ફિલ્મો અલગ અને અસામાન્ય વિષયવાળી હોય છે. તેમણે મને ‘વિકી ડોનર’માં મોટી બ્રેક આપી હતી અને હું હંમેશાં એનાં માટે તેમનો ઋણી રહીશ. આ ફિલ્મ દ્વારા જ હું ઇન્ડસ્ટ્રીની ગળાકાપ સ્પર્ધામાં મારા સપનાને પૂરા કરવામાં સક્ષમ બની શકયો. હું ખૂબ ખુશ છું કે તેમણે મને ‘ગુલાબો સિતાબો’માં કામ કરવાની તક આપી.’


આ પણ વાંચો : જર્નલિસ્ટ સાથે વિવાદ બાદ મીડિયાએ કંગના રનોટ પાસે કરી માફીની માગણી

આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ હોવાથી તેમની સાથેની પોતાની લાગણી વ્યક્ત કરતાં આયુષ્માને કહ્યું હતું કે ‘મારા માટે તો આ એક જૅકપૉટ સમાન છે. હું હજી પણ પોતાને ચિમટા મારી રહ્યો છું કે શું આ ખરેખર છે કે મને બચ્ચન સર સાથે કામ કરવાની અદ્ભુત તક મળી છે. મને તેમની પાસેથી ઘણું બધું શીખવા મળશે. એક કલાકાર તરીકે હું મારી જાતમાં સુધારો કરવાનો પ્રયાસ કરું છું. મને લાગે છે કે ‘ગુલાબો સિતાબો’ મને એક સારો કલાકાર બનવામાં મદદ કરશે. ઇન્ડસ્ટ્રીનાં દિગ્ગજ કલાકાર પાસેથી શીખવાનો અવસર હું ગુમાવવા નથી માગતો. તેમની સાથે પહેલું દૃશ્ય કરવા માટે હું ઉત્સાહિતની સાથે જ ચિંતીત પણ છું. મને લાગે છે કે હું જ્યારે સેટ પર જઈશ તો હું સૌથી મોટો ફૅનબૉય હોઈશ.’


Whatsapp-channel Whatsapp-channel

10 July, 2019 10:31 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK