ફિલ્મ કરતાં દેશમાં ચાલી રહેલો મુદ્દો અગત્યનો : સોનાક્ષી સિંહા

13 January, 2020 04:35 PM IST  |  Mumbai

ફિલ્મ કરતાં દેશમાં ચાલી રહેલો મુદ્દો અગત્યનો : સોનાક્ષી સિંહા

સોનાક્ષી સિંહા

સોનાક્ષી સિંહા માને છે કે ફિલ્મ કરતાં દેશમાં હાલની જે સ્થિતિ નિર્માણ થઈ છે એ અગત્યની છે. સિટિઝનશિપ કાયદાને કારણે દેશમાં ઠેર ઠેર આંદોલનો કરવામાં આવી રહ્યાં છે. એને કારણે ફિલ્મો પર પણ અસર પડે છે. સોનાક્ષીની સલમાન ખાન સાથેની ‘દબંગ 3’ શુક્રવારે રિલીઝ થઈ છે. નાગરિકતા કાયદા પર પોતાના વિચાર વ્યક્ત કરતાં સોનાક્ષી સિંહાએ કહ્યું હતું કે ‘આખા દેશમાં હાલમાં શું ચાલી રહ્યું છે એ આપણે બધા જાણીએ છીએ. મને લાગે છે કે લોકો એ વાત સારી રીતે જાણે છે કે શું મહત્ત્વનું છે. પ્રામાણ‌િકપણે કહું તો દર્શકોએ ફિલ્મને જે પ્રકારે પ્રતિસાદ આપ્યો છે એનાથી હું ખૂબ ખુશ છું. સિટિઝનશિપ અમેન્ડમેન્ટ ઍક્ટને લઈને દેશના લોકો એકત્ર થયા છે. એ બાબત ફિલ્મ કરતાં વધુ મહત્ત્વની છે.’

દબંગ 3ની કરવામાં આવી ૯ મિનિટ ઓછી

સલમાન ખાનની ‘દબંગ 3’ને ૯ મિનિટ ઘટાડવામાં આવી છે. ફિલ્મ ખૂબ લાંબી છે એવી ટીકા થતાં એનું ડ્યુરેશન ઓછું કરવામાં આવ્યું છે. ફિલ્મમાં ગીતો પણ ઘણાં છે. આ જ કારણ છે કે પ્રોડ્યુસર્સે ફિલ્મ ઘટાડીને રિલીઝના બીજા દિવસે થિયેટર્સમાં મોકલાવી છે. ફિલ્મના ફર્સ્ટ હાફમાંથી ડ્યુરેશન ઘટાડવામાં આવ્યું છે. સાથે જ સલમાન અને સઈ માંજરેકરના ‘આવારા’ ગીતને ઓછું કરવામાં આવ્યું છે. સાથે જ ‘નૈના લડે’ ગીતના ડ્યુરેશનને પણ થોડું ઘટાડવામાં આવ્યું છે. આ સાથે જ ફિલ્મનાં કેટલાંક કૉમેડી દૃશ્યોને પણ કટ કરવામાં આવ્યાં છે.

આ પણ વાંચો : શ્રદ્ધા કપૂરને પ્રપોઝ કર્યું વરુણ ધવને

‘દબંગ 3’એ બે દિવસમાં કર્યો ૪૯.૨૫ કરોડનો બિઝનેસ

મુંબઈ : ‘દબંગ 3’એ બે દિવસમાં ૪૯.૨૫ કરોડનું કલેક્શન એકઠુ કર્યું છે. પહેલા દિવસે ફિલ્મે ૨૪.૫૦ કરોડનો બિઝનેસ કર્યો હતો. તો શનિવારે ૨૪.૭૫ કરોડનું કલેક્શન કર્યું છે. આમ સલમાન ખાનની ફિલ્મે બે દિવસમાં બૉક્સ-ઑફિસ પર ૪૯.૨૫ કરોડનો બિઝનેસ કર્યો છે. ‘દબંગ’ સિરીઝની આ ત્રીજી ફિલ્મ છે.

sonakshi sinha bollywood news caa 2019 cab 2019 citizenship amendment act 2019