Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > શ્રદ્ધા કપૂરને પ્રપોઝ કર્યું વરુણ ધવને

શ્રદ્ધા કપૂરને પ્રપોઝ કર્યું વરુણ ધવને

23 December, 2019 10:52 AM IST | Mumbai

શ્રદ્ધા કપૂરને પ્રપોઝ કર્યું વરુણ ધવને

વરુણ ધવને ડાન્સ રિયલ‌િટી શો ‘ડાન્સ+5’માં શ્રદ્ધા કપૂરને પ્રપોઝ કર્યું

વરુણ ધવને ડાન્સ રિયલ‌િટી શો ‘ડાન્સ+5’માં શ્રદ્ધા કપૂરને પ્રપોઝ કર્યું


વરુણ ધવને ડાન્સ રિયલ‌િટી શો ‘ડાન્સ+5’માં શ્રદ્ધા કપૂરને પ્રપોઝ કર્યું હતું. આ બન્ને પોતાની આગામી ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ના પ્રમોશન માટે આ શોમાં પહોંચ્યાં હતાં. આ શોમાં આ બન્નેએ સ્પર્ધકો સાથે ખૂબ ડાન્સ પણ કર્યો હતો. સ્પર્ધકોએ પોતાની સ્ટાઇલમાં શ્રદ્ધાને પ્રપોઝ કર્યું હતું. ત્યાર બાદ હાથમાં ગુલાબ લઈને ગોઠણ પર બેસીને શ્રદ્ધાને પ્રપોઝ કરતાં વરુણે કહ્યું હતું કે ‘આ ઘણા સમયથી છે, પરંતુ શ્રદ્ધા પર મને ખૂબ ક્રશ છે.’

એક કલાકાર તરીકે ‘કલંક’ મારી પહેલી નિષ્ફળ ફિલ્મ રહી છે : વરુણ ધવન



વરુણ ધવનનું કહેવું છે કે એક કલાકાર તરીકે ‘કલંક’ તેની પહેલી નિષ્ફળ ફિલ્મ રહી છે. આ ફિલ્મમાં વરુણની સાથે સંજય દત્ત, માધુરી દીક્ષ‌િત નેને, આલિયા ભટ્ટ અને સોનાક્ષી સિંહા જોવા મળી હતી. આ ફિલ્મ આ વર્ષે ૧૭ એપ્રિલે રિલીઝ થઈ હતી. કરણ જોહરની આ ફિલ્મને બૉક્સ-ઑફિસ પર ધારી સફળતા નહોતી મળી. ફિલ્મની નિષ્ફળતાને લઈને વરુણે કહ્યું હતું કે ‘મારું માનવું છે કે ઉતાર-ચડાવ જીવનનો જ એક ભાગ છે. એમાંથી જ આપણને શીખવાનું હોય છે. એક ઍક્ટર તરીકે આ મારી પહેલી નિષ્ફળ ફિલ્મ હતી. મેં મારી બધી પૉઝ‌િટ‌િવ એનર્જી હવે ‘સ્ટ્રીટ ડાન્સર 3D’માં ઉમેરી છે. રેમોસર સાથે અને ‘ABCD 2’ બાદ શ્રદ્ધા કપૂર સાથે આ મારી બીજી ફિલ્મ છે.’


Whatsapp-channel Whatsapp-channel

23 December, 2019 10:52 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK