સોશ્યલ મીડિયાને સ્વચ્છ બનાવવાનું અનન્યા પાન્ડેનું મિશન

05 October, 2019 02:18 PM IST  |  નવી દિલ્હી

સોશ્યલ મીડિયાને સ્વચ્છ બનાવવાનું અનન્યા પાન્ડેનું મિશન

અનન્યા પાન્ડે

સોશ્યલ મીડિયામાં વાંધાજનક ભાષા અને શબ્દો પર નિયંત્રણ લાવવા અનન્યા પાન્ડેએ બીજી ઑક્ટોબરે ગાંધી જયંતિના દિવસે સ્વચ્છ સોશ્યલ મીડિયાની શરૂઆત કરી છે. પોતાના પક્ષ ન લઈ શકનાર વ્યક્તિઓને પ્રેરિત કરવા માટે અનન્યાએ આ કેમ્પેનની શરૂઆત કરી છે. આ અગાઉ તેણે લોકોને પૉઝીટીવ રહેવા માટે પણ કૅમ્પેનની શરૂઆત કરી હતી. આ સંદર્ભે અનન્યાએ કહ્યું હતું કે ‘સો પૉઝીટીવ અને સ્વચ્છ સોશ્યલ મીડિયાની શરૂઆત કરવાની પ્રેરણા મને મહાત્મા ગાંધી પાસેથી મળી છે. તેમણે કહ્યું હતું કે વિશ્વમાં તમે જે બદલાવ જોવા માગો છો એનાં સૂત્રધાર પહેલાં તમે બનો. મેં પણ એટલા માટે જ એની શરૂઆત કરી છે કારણ કે જ્યારે કોઈ એક વ્યક્તિ ઍક્શન લેશે અથવા તો કોઈ એક વ્યક્તિ પોતાનાં પર કરવામાં આવતી વાંધાજનક ટિપ્પણી પર પોતાનો પક્ષ લેશે અથવા તો સત્યનો અથવા તો જેમાં વિશ્વાસ હોય એનો પક્ષ લેશે ત્યારે બદલાવ આવશે. ભલે પછી એ નાની અમથી બાબત કેમ ના હોય.

આ પણ વાંચો : પ્રિયંકા ચોપડાની ફૅમિલી છે ક્રિકેટઘેલી

કદાચ તમને એમ પણ લાગે કે એનાથી કોઈ વધુ ફરક નથી પડવાનો. મારુ માનવુ છે કે જો કોઈ એક વ્યક્તિ પરિવર્તન લાવવાની પહેલ કરે તો દરેક જણ‌ એનું પાલન કરશે. તમે પોતે પણ જો જગતમાં બદલાવ જોવા માગતા હોવ તો તમારે જ એની પહેલ કરવાની રહેશે.’

Ananya Panday bollywood news