મરાઠી ફિલ્મમાં નાનકડી ભૂમિકામાં જોવા મળશે અમિતાભ બચ્ચન

22 May, 2019 11:18 AM IST  |  મુંબઈ

મરાઠી ફિલ્મમાં નાનકડી ભૂમિકામાં જોવા મળશે અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

વિક્રમ ગોખલેની મરાઠી ફિલ્મ ‘એબી આણી સીડી’માં અમિતાભ બચ્ચન નાનકડી ભૂમિકામાં જોવા મ‍ળવાના છે. તેઓ હાલમાં ‘ઝુંડ’, ‘ચેહરે’ અને ‘ગુલાબો સિતાબો’માં વ્યસ્ત છે. પોતાની ફિલ્મોની માહિતી આપતાં પોતાના બ્લૉગ પર અમિતાભ બચ્ચને લખ્યું હતું કે ‘વિક્રમ ગોખલેની મરાઠી ફિલ્મમાં નાનકડી ભૂમિકા માટે તૈયાર છું. આગામી બે દિવસમાં હું ‘ઝુંડ’નું પૅચવર્ક પૂરું કરીશ અને ત્યાર બાદ ‘ચેહરે’નું શૂટિંગ કરીશ. આ ફિલ્મ બાદ હું શૂજિત સરકાર સાથેની ‘ગુલાબો સિતાબો’નું કામ હાથમાં લઈશ.’

આ પણ વાંચો : મેડ ઇન ચાઇનાનું શૂટિંગ પૂરું કર્યું મૌની રૉય અને રાજકુમાર રાવે

અમિતાભને કારણે ઍક્ટિંગમાં એન્ટ્રી કરી હતી આદિલ હુસેને

‘2.0’, ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ અને વેબ-સિરીઝ ‘દિલ્હી ક્રાઇમ’માં જોવા મ‍ળેલા આદિલ હુસેનનું કહેવું છે કે ઍક્ટિંગ કરવાની પ્રેરણા તેને અમિતાભ બચ્ચન પાસેથી મળી છે. અમિતાભ બચ્ચને તાજેતરમાં આદિલ હુસેનને ટ્‌વિટર પર ફૉલો કરવાનું શરૂ કર્યું છે. આ વિશે ટ્‌વિટર પર આદિલ હુસેને ટ્વીટ કર્યું હતું કે ‘ડિયરેસ્ટ અમિતાભ બચ્ચનજી, હું ખૂબ સન્માનની લાગણી અનુભવી રહ્યો છું કે તમે મને સોશ્યલ મીડિયામાં ફૉલો કરો છો. તમે પહેલા એવા ઍક્ટર છો જેમણે મને બાળપણથી જ ઍક્ટિંગ કરવાની પ્રેરણા આપી છે. થૅન્ક્યુ વેરી મચ.’

amitabh bachchan bollywood news