યંગ બ્રિગેડ સાથે વિચારો શૅર કરવાનું પસંદ છે બિગ બીને

22 January, 2019 11:16 AM IST  | 

યંગ બ્રિગેડ સાથે વિચારો શૅર કરવાનું પસંદ છે બિગ બીને

અમિતાભ બચ્ચન

યુવા કલાકારો સાથે કામ કરવાના અનુભવ અને તેમની વચ્ચેના સંબંધોને તેમણે અદ્ભુત ગણાવ્યા હતા. અમિતાભ બચ્ચન હાલમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે ‘બ્રહ્માસ્ત્ર’માં કામ કરી રહ્યા છે. તેમની વચ્ચે ઉંમરનો તફાવત છે એવું જણાવતાં અમિતાભ બચ્ચને બ્લૉગ પર લખ્યું હતું કે ‘તમે જ્યારે ઉંમરના ૭૭મા વર્ષમાં પહોંચી જાઓ અને તમારી સાથે કામ કરનારી ટીમની વય ૨૭ની આસપાસ હોય ત્યારે તેમની કંપની અને તેમની સાથે વિચારો શૅર કરવા થોડું ડરામણું લાગે છે. જોકે અહીં તમને જણાવી દઉં કે તેમની સાથે પોતાના વિચારો રજૂ કરવાનું મને ખરેખર અદ્ભુત લાગે છે.

આ પણ વાંચો : મને કન્ટ્રોવર્સીથી ડર લાગે છે ને એનાથી દૂર રહેવા માગું છું : નવાઝુદ્દીન

ડિનર કર્યા બાદ અમે સૌ બૉનફાયર પાસે બેઠા હોઈએ છીએ અને કોઈ મોટી ઉંમરની વ્યક્તિ ‘એક થા રાજા, એક થી રાની’ની સ્ટોરી કહેતું હોય એવું તમે વિચારતા હશો. જોકે અમારી વચ્ચે એકબીજાની પસંદ-નાપસંદ પર ચર્ચા કરવામાં આવે છે તેમ જ કોણ કયા વિષય પર ચર્ચા કરવા માગે છે એના પર પણ ચર્ચા કરે છે. મને જ્યારે આ બધા વિશે પૂછવામાં આવે ત્યારે હું તેમને કહું છું કે મને કંઈ પૂછશો નહીં, કારણ કે હું કંઈ જાણતો નથી. આ સાથે જ હું તેમને હંમેશાં કહેતો આવ્યો છું કે મને ખાસ સન્માન ન આપો, કેમ કે હું એેને યોગ્ય નથી; મારી કોઈ ખાસ કાળજી ન કરો કે વધુ મહત્વ પણ ન આપો. ખૂબ જ ચૅલેન્જિસને પાર કરીને કોઈ વ્યક્તિ રસ્તો ક્રૉસ કરી રહી હોય તો તેને વધુ અટેન્શન કે કૅરની જરૂર નથી હોતી.’

amitabh bachchan bollywood news