પ્રોસ્થેટિક મેકઅપ સહેલો નથી : બિગ બી

17 July, 2019 01:20 PM IST  |  મુંબઈ

પ્રોસ્થેટિક મેકઅપ સહેલો નથી : બિગ બી

બિગ બી

‘ગુલાબો સિતાબો’માં એક વૃદ્ધ વ્યક્તિનાં પાત્રમાં જોવા મળનારા અમિતાભ બચ્ચને પ્રોસ્થેટિક મેકઅપને લઈને અનેક વાતો જણાવી હતી. આ ફિલ્મમાં તેમનાં લુક માટે પ્રોસ્થેટિક મેકઅપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમને નકલી દાઢી, નકલી વાળ અને નકલી નાક લગાવવામાં આવ્યું છે. આ તમામ પ્રક્રિયા પર પોતાનાં વિચાર વ્યક્ત કરતાં બ્લૉગ પર અમિતાભ બચ્ચને લખ્યું હતું કે ‘જેમ જેમ હું મારા પાત્રમાં કમ્ફર્ટેબલ થતો જાઉં છું તેમ તેમ મારા પાત્રને ભજવવામાં સરળતા પડી રહી છે, અને ફિલ્મનાં ફાઇનલ લુક માટે એ જરૂરી પણ છે. જોકે હા પ્રોસ્થેટિકની અસર તમારી ચામડી પર પડે છે અને તેની આડઅસરને નજરઅંદાજ કરવું એ મુર્ખામી કહેવાય. હૉલીવુડ એક વિશાળ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે અને એમાં પ્રોસ્થેટિકનો ઉપયોગ કરવાનો ચોક્કસ કાયદો હોય છે કે સતત ત્રણ દિવસ સુધી એનો ઉપયોગ ના કરી શકાય. પ્રોસ્થેટિકનો ફરીથી ઉપયોગ કરવા માટે એક કે બે દિવસનો બ્રેક લેવાનો હોય છે. જોકે અહીં તો સતત એક મહિના સુધી કરવામાં આવે છે. આવુ જ ‘પા’માં પણ થયુ હતું. હું ફરિયાદ નથી કરી રહ્યો. માત્ર એ કહેવા માગુ છું કે જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યાં છે એને સંભાળવુ મુશ્કેલ બની જાય છે.’

આ પણ વાંચો : બર્થ-ડેને સેલિબ્રેટ કરવા માટે ભૂમિની મમ્મી અને બહેન લખનઉ પહોંચી

પ્રોસ્થેટિક મેકઅપ આર્ટિસ્ટનાં કામની પ્રશંસા કરતાં બ્લૉગ પર અમિતાભ બચ્ચને લખ્યું હતું કે ‘મેકઅપ આર્ટિસ્ટનને હાલમાં વિશ્વભરમાંથી બોલાવવામાં આવે છે. જોકે સમયની સાથે આપણે એ પણ શીખી જઈશું.’

amitabh bachchan bollywood news