આલિયા હવે બની ગઈ છે પૉપ-સ્ટાર?

03 August, 2019 11:58 AM IST  |  મુંબઈ

આલિયા હવે બની ગઈ છે પૉપ-સ્ટાર?

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટે ‘લમ્બરઘિની’નાં કમ્પોઝર ધ દૂરબીન (મ્યુઝિક ગ્રૂપ) સાથે એક પાર્ટી ટ્રેક માટે અવાજ આપ્યો છે. આલિયાએ આ અગાઉ ‘હાઇવે’, ‘ઉડતા પંજાબ’, ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’, ‘ડિયર ઝીંદગી’ અને ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’ માટે ગીત ગાયા હતાં. આલિયા હાલમાં તેની ફિલ્મોનાં શૂટિંગમાં ખાસ્સી વ્યસ્ત છે. એક વિડિયો તાજેતરમાં વાઇરલ થયો છે જેમાં તે કહી રહી છે કે તેને પૉપ સ્ટાર બનવું છે. એવામાં આ કમ્પોઝર સાથે મળીને નાઇટક્લબ સૉન્ગ ‘પ્રાડા’ ગાયુ છે.

આ પણ જુઓ : Alisha Prajapati: આ ગુજ્જુ ગર્લ થિયેટર આર્ટિસ્ટમાંથી બની ફિલ્મ સ્ટાર

આ ગીતમાં આલિયા પર્ફોર્મ પણ કરી રહી છે. આ ગીત ૭ ઑગસ્ટે રિલીઝ થવાનું છે. ‘સડક 2’નાં શૂટિંગ માટે ઉટી જતા પહેલાં તે‌ણે ગીતનો વિડિયો શૂટ કર્યો હોય એવી પણ શક્યતા છે.

alia bhatt bollywood news