Alia Bhatt Troll:ઇન્ટરવ્યૂમાં આલિયાએ આપ્યા વિચિત્ર હાવભાવો, થઈ ગઈ ટ્રોલ

04 December, 2019 01:07 PM IST  |  Mumbai Desk

Alia Bhatt Troll:ઇન્ટરવ્યૂમાં આલિયાએ આપ્યા વિચિત્ર હાવભાવો, થઈ ગઈ ટ્રોલ

આલિયા ભટ્ટ બોલીવુડની સૌથી ક્યૂટ એક્ટ્રેસમાંની એક છે. મંગળવારે આલિયાએ 'ફિલ્મફેર ગ્લેમરસ એન્ડ સ્ટાઇલ એવૉર્ડ'માં હાજરી આપી હતી. અવૉર્ડ નાઇટ માટે આલિયાએ પિંક એન્ડ બ્લેક કલરની ડ્રેસ પહેરી હતી જેમાં તે ખૂબ જ સ્ટાઇલિશ દેખાતી હતી. પણ આટલી સ્ટાઇલિશ લાગ્યા પછી પણ આલિયાને પોતાના અમુક પ્રકારના વર્તનને કારણે ટ્રોલ કરવામાં આવી રહી છે.

હકીકતે, અવૉર્ડ ફંક્શન દરમિયાન આલિયાએ ફિલ્મ ફેર સાથે વાતચીત કરી. વાતચીત દરમિયાન આલિયા કોઇપણ વાતનો ન તો યોગ્ય રીતે જવાબ આપતી હતી ઉપરથી જુદાં જુદાં એક્સપ્રેશન આપતી હતી જે કેટલાક લોકોને ક્યૂટ લાગ્યા, પણ મોટા ભાગના લોકોએ તેને ઓવર એક્ટિંગ ગણાવી. વીડિયોમાં આલિયાને ચાર સવાલ પૂછવામાં આવ્યા અને ચારેય સવાલોનો જવાબ આલિયાએ અટપટી રીતે આપ્યો જે લોકોને ગમ્યો નથી.

જણાવીએ કે એવૉર્ડ સમારંભમાં આલિયા ભટ્ટને સૌથી સ્ટાઇલિશ ફીમેલ તો અનુષ્કા શર્માને સૌથી ગ્લેમરસ ફીમેલ સ્ટારનો અવૉર્ડ મળ્યો છે. જાણો આલિયા અને અનુષ્કા સિવાય અન્ય કયા સિતારાને કયો ખિતાબ મળ્યો છે.

આ પણ વાંચો : આટલી ખૂબસૂરત છે બિગ બૉસ 13ની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી Madhurima Tuli, જુઓ તસવીરો

રિસ્ક ટેકર ઑફ ધ યર - રાજકુમાર રાવ

ઇમર્જિંગ ફેસ ઑફ ફેશન - અનન્યા પાંડે

વુમન ઑફ સ્ટાઇલ એન્ડ સબ્સટેન્સ - દીયા મિર્ઝા

ફિટ એન્ડ ફેબ્યુલસ - કીર્તિ સેનન

હૉટ સ્ટેપર ઑફ ધ યર(ફીમેલ) - કિયારા અડવાણી

હૉટ સ્ટેપર ઑફ ધ યર(મેલ) - કાર્તિક આર્યન

ધ સ્પેશિયાલિસ્ટ - મનીષ મલ્હોત્રા

દીવા ઑફ ધ યર - મલાઇકા અરોરા

ટ્રેલબ્લેઝર ઑફ ધ ફેશન - કરણ જોહર

મોસ્ટ સ્ટાઇલિશ સ્ટાર(ફીમેલ) - આલિયા ભટ્ટ

મોસ્ટ સ્ટાઇલિશ સ્ટાર(મેલ) - આયુષ્માન ખુરાના

સ્ટાઇલ આઇકન - સેફ અલી ખાન

મોસ્ટ ગ્લેમરસ સ્ટાર(ફીમેલ) - અનુષ્કા શર્મા

મોસ્ટ ગ્લેમરસ સ્ટાર(મેલ) - વરુણ ધવન

alia bhatt bollywood bollywood news bollywood gossips