આલિયા ભટ્ટની માએ અફઝલ ગુરુની ફાંસી પર ઉઠાવ્યા સવાલ, થવી જોઇએ તપાસ...

21 January, 2020 07:17 PM IST  |  Mumbai Desk

આલિયા ભટ્ટની માએ અફઝલ ગુરુની ફાંસી પર ઉઠાવ્યા સવાલ, થવી જોઇએ તપાસ...

જમ્મૂ-કાશ્મીર પોલીસના ડીએસપી દેવેન્દ્ર સિંહના અરેસ્ટ થયા બાદ 2001માં થયેલા સાંસદ હુમલામાં દોષી અફઝલ ગુરુને આપવામાં આવેલી ફાંસીનો મામલો ચર્ચામાં આવી ગયો છે. દેવેન્દ્ર સિંહની ધરપકડ બાદ કેટલાય લોકો અફઝલ ગુરુની ફાંસી પર સવાલ ઉછાવી રહ્યા છે અને હવે આમાં બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની મા સોની રાજદાનનું નામ પણ જોડાઇ ગયું છે. અભિનેત્રી સોની રાજદાને અફઝલ ગુરૂને થયેલી ફાંસીની તપાસ કરાવવાની માગ કરી અને ત્યાર બાદ સ્પષ્ટતા પણ આપી છે.

સોની રાજદાને એક વેબસાઇટના સમાચાર શૅર કરતાં ટ્વીટ કર્યું હતું, જેમાં લખ્યું હતું, "આ ન્યાયનો મજાક છે. જો કોઈ નિર્દોષ છે તો તેના મરી ગયા પછી પાછું કોણ લઈ આવી શકશે. તેથી મૃત્યુદંડને ક્યારેય હળવાશથી લેવું જોઇએ નહીં. અને આ જ કારણ છે કે આ વાતની આકરી તપાસ થવી જોઇએ કે અફઝલ ગુરુને બળિનો બકરો કેમ બનાવવામાં આવ્યો. "

અફઝલ ગુરુની ફાંસીની તપાસની માગ કર્યા બાદ સોની રાજદાનની કોમેન્ટ પર વિવાદ શરૂ થઈ ગયો છે, જેના પછી સોની રાજદાને આની સ્પષ્ટતા આપી છે. જૂની ટ્વીટના લગભગ 3 કલાક પછી સોની રાજદાને વધુ એક ટ્વીટ કર્યું અને કહ્યું, "કોઇ એ નથી કહી રહ્યું કે તે (અફઝલ ગુરુ) નિર્દોષ છે. પણ જો તેની સાથે જબરજસ્તી કરવામાં આવી હોય અને પછી તેની સાથે જબરજસ્તી કરનારે તેને કહ્યું હોય કે તે જે કહે છે તે પૂરું કરવું પડશે તો શું તેની સંપૂર્ણ રીતે તપાસ જરૂરી નથી? દેવિંદર સિંહના આરોપોને કોઆએ ગંભીરતાથી કેમ ન લીધા. આ સંકટપૂર્ણ છે."

આ પણ વાંચો : Would be Mother Kalki Koechlinની રૅર અને બ્યૂટિફુલ તસવીરો

જણાવીએ કે તાજેતરમાં જ ડીએસપી દેવેન્દ્ર સિંહની 11 જાન્યુઆરીના કુલગામમાં એક કારમાં ધરપકડ કરવામાં આવી હતી. તેની સાથે હિઝ્બુલના ટૉપ કમાન્ડર નવીદ બાબૂ, તેના સાથી રફી અને ઇરફાનની ધરપકડ કરવામાં આવી હતી. આરોપ પ્રમાણે, દેવેન્દ્ર સિંહ ઇરફાન સાથે પાકિસ્તાન યાત્રામાં મદદ કરવા માટે નવીદને જમ્મૂ લઈને જઈ રહ્યો હતો.

alia bhatt bollywood bollywood news bollywood gossips soni razdan