મારો ઇલેક્શન લડવાનો કોઈ ઇરાદો નથી: અક્ષયકુમાર

23 April, 2019 07:41 AM IST  |  મુંબઈ

મારો ઇલેક્શન લડવાનો કોઈ ઇરાદો નથી: અક્ષયકુમાર

અક્ષયકુમાર

અક્ષયકુમારે ટ્વીટ કર્યું હતું કે તે કંઈક નવું કરવાનો છે, એને લઈને તેના ફૅન્સને લાગ્યું કે તે રાજકારણમાં જોડાઈ રહ્યો છે. આ તમામ અટકળો પર વિરામ લગાવતા અક્ષયકુમારે અન્ય ટ્વીટ કરીને ફોડ પાડ્યો કે તે ઇલેક્શન નથી લડવાનો. અક્ષયકુમારે કરેલાં ટ્વીટથી તેના ફૅન્સમાં તાલાવેલી વધી ગઈ હતી. ફૅન્સે તેના પર અનેક સવાલોનો મારો શરૂ કરી દીધો. લોકોએ તો ત્યાં સુધી કહી દીધું કે તેને ભારતીય જનતા પાર્ટી વતી ટિકિટ મળી ગઈ છે. દેશમાં લોકસભાની ચૂંટણીના માહોલમાં લોકો દ્વારા આવી પ્રતિક્રિયા આવવી એ સામાન્ય બાબત છે. જે ટ્વીટને કારણે લોકોમાં ઉkસુકતા જાગી એ વિશે જાણી લઈએ તો ટ્વિટર પર અક્ષયકુમારે ટ્વીટ કર્યું હતું કે ‘હું આજે એક અજાણ્યા અને અપરિચિત ક્ષેત્ર તરફ આગળ વધી રહ્યો છું. હું કંઈક એવું કરવાનો છું જે મેં આ અગાઉ કદી પણ નથી કર્યું. હું ઉત્સાહિત અને નર્વસ છું. નવા અપડેટ અહીં જ મળશે.’

અક્ષયકુમારના આવા ટ્વીટથી લોકોમાં ઉત્સુકતા વધવી એ સામાન્ય વાત છે. જોકે લોકોના વિવિધ સવાલો બાદ અક્ષયકુમારે ફરી એકવાર ટ્વીટ કર્યું હતું કે ‘મારા એ છેલ્લા ટ્વીટ પર ઇન્ટરેસ્ટ દેખાડવા માટે સૌનો આભારી છું. જોકે વિવિધ અટકળોની વચ્ચે હું એક વાત સ્પષ્ટ કરવા માગું છું કે હું ઇલેક્શન નથી લડવાનો.’

આ પણ વાંચો : રાજકોટની આ અભિનેત્રી માત્ર ગુજરાતમાં જ નહીં પણ આખા વિશ્વમાં છે લોકપ્રિય

લોકોને મતદાન કરવાની અપીલ કરતો વિડિયો બનાવ્યો શાહરુખે

શાહરુખ ખાને આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને લોકોને મતદાન કરવાની અપીલ કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બૉલીવુડની સેલિબ્રિટીઝને વિનંતી કરી છે કે તેઓ લોકોને વોટિંગ કરવા માટે પ્રેરિત કરે. શાહરુખે એના માટે એક વિડિયો બનાવ્યો છે. આ વિડિયો ટ્વિટર પર શૅર કરીને શાહરુખે ટ્વીટ કર્યું હતું કે ‘પીએમસાહેબે મને ક્રીએટિવિટી માટે કહ્યું હતું. જોકે વિડિયો બનાવવામાં હું થોડો મોડો પડ્યો છું. તમે મારી માફક વોટ કરવામાં મોડા ન પડતા. મતદાન કરવું એ ન માત્ર આપણો અધિકાર છે, પરંતુ એમાં તાકાત પણ સમાયેલી છે. મતાધિકારનો સૌએ ઉપયોગ કરવો જોઈએ.’

akshay kumar bollywood news Election 2019