જાણીજોઇને કે ભૂલથી? અક્ષયે હાઉસફુલ-4 અને ગુડ ન્યૂઝમાં પહેરી એ જ ટીશર્ટ

27 November, 2019 09:27 PM IST  |  Mumbai Desk

જાણીજોઇને કે ભૂલથી? અક્ષયે હાઉસફુલ-4 અને ગુડ ન્યૂઝમાં પહેરી એ જ ટીશર્ટ

બોલીવુડ એક્ટર અક્ષય કુમાર પોતાના ચાહકોને ફિલ્મ માટે વધારે દિવસ રાહ ન જોવડાવવા માટે જાણીતો છે. ખેલાડી કુમાર એક પછી એક ફિલ્મ રિલીઝ કરતો રહે છે અને આની માટે તે સતત શૂટિંગ પણ કરવી પડતી હશે. તાજેતરમાં જ વાયરલ થતી અક્ષય કુમારની એક તસવીરથી લાગે છે કે તે શૂટિંગના વ્યસ્ત શેડ્યૂલમાં પણ પોતાની ટી-ર્ટ ચેન્જ કરવાનું ભૂલી ગયો.

હાઁ, અક્ષય કુમાર પાસે એક ડ્રેગન પ્રિંટવાળી ટી-શર્ટ છે અને ખાસ વાત એ છે કે તેણે પોતાની અપકમિંગ ફિલ્મ ગુડ ન્યૂઝમાં પણ પહેરી છે અને તે જ ટી-શર્ટ હાઉસફુલ-4માં પણ પહેરી છે. બન્ને ફિલ્મોમાં અક્ષય કુમાર આ એક તસવીર સાથે દેખાય છે. તમે ભલે નોટિસ ન કર્યું હોય, પણ સોશિયલ મીડિયા પર આ તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં તે આ એક જ ટી-શર્ટ પહેરેલો દેખાય છે.

હવે લોકો આ તસવીરને લઈને આનંદ માણી રહ્યા છે. કેટલાક લોકોએ આને કોસ્ટ કટિંગ કહી રહ્યા છે તો કેટલાય લોકો આને અક્ષય કુમારની સાદાઇ કહે છે. પણ આ ટી-શર્ટવાળી તસવીરથી ચાહકોને આ બાબતે ચર્ચાનો વિષય મળી ગયો છે. પણ સવાલ એ પણ છે કે આખરે ફિલ્મ મેકર્સ ને આની માહિતી ન હતી કે આ ભૂલથી થઈ ગયું છે.

આ પણ વાંચો : અમદાવાદના આર્ટિસ્ટ ક્રિતિકાએ ક્રીએટ કરેલા હૅલોવીન લૂક છે જબરદસ્ત,જોઈને ડરી ન જતા

તો આનાથી એ પણ અંદાજો લગાવવામાં આી રહ્યો છે કે કદાચ બન્ને ફિલ્મોનું શૂટિંગ એક જ દિવસે થયું હશે. કારણકે બન્ને તસવીરોમાં દેખાય છે કે આ ટીશર્ટ દરમિયાન અક્ષય કુમારની હેરસ્ટાઇલ પણ એક જેવી જ છે અને શૂટિંગ પણ લંડનમાં થઈ છે. તો એ પણ માની શકાય છે કે અક્ષય કુમારે હાઉસફુલ અને ગુડ ન્યૂઝનું શૂટિંગ એક જ દિવસે કર્યું હોય.

akshay kumar bollywood Housefull 4 bollywood news bollywood gossips