મારી બન્ને આંગળીઓ ઘીમાં હોય તો વાંધો શું છે: અક્ષયકુમાર

15 March, 2019 10:51 AM IST  | 

મારી બન્ને આંગળીઓ ઘીમાં હોય તો વાંધો શું છે: અક્ષયકુમાર

અક્ષયકુમાર

અક્ષયકુમારે જ્યારથી તેની વેબ-સિરીઝની જાહેરાત કરી છે ત્યારથી તે ચર્ચાનો વિષય બની ગયો છે. અક્ષયકુમાર દર વર્ષે ત્રણથી ચાર ફિલ્મ લઈને આવે છે. આ વર્ષે તેની પહેલી ફિલ્મ ‘કેસરી’ આવી રહી છે. આ ફિલ્મ બાદ તેની ‘મિશન મંગલ’, ‘ગુડ ન્યુઝ’ અને ‘હાઉસફુલ ૪’ લાઇનમાં છે. જોકે આટલી ફિલ્મોમાં કામ કરી રહ્યો હોવા છતાં તે ડિજિટલ મીડિયમ તરફ જઈ રહ્યો છે. શું ફિલ્મનું ભવિષ્ય ડિજિટલ મીડિયમ છે એ વિશે પૂછતાં અક્ષયકુમારે કહ્યું હતું કે ‘અહીં મારાં બે મંતવ્યો છે. મારી અંદર રહેલો ઍક્ટર ઇચ્છે છે કે થિયેટરનું જે મૅજિક છે એ હંમેશાં જીવંત રહે. બીજી તરફ એનો પણ સ્વીકાર કરવો રહ્યો કે ડિજિટલ મીડિયમમાં જે ફિલ્મો અને વેબ-શો બની રહ્યાં છે એની કન્ટેન્ટને ઇગ્નૉર ન કરી શકાય. જો મારી બન્ને આંગળીઓ ઘીમાં હોય તો પછી વાંધો શું છે?’

ઍક્ટર તરીકે પોતાને રીઇન્વેન્ટ કરવાની ખૂબ જ મજા આવે છે : અક્ષયકુમાર

અક્ષયકુમારનું કહેવું છે કે ઍક્ટર તરીકે પોતાની જાતને રીઇન્વેન્ટ કરવાની ખૂબ જ મજા આવે છે. અક્ષયકુમાર તેની ફિલ્મો સાથે ખૂબ જ એક્સપરિમેન્ટ્સ કરી રહ્યો છે. જે વિષય પર લોકો વાત કરવાનું પસંદ ન કરે એવા વિષય પર તે ફિલ્મ બનાવી લોકોમાં જાગરૂકતા ફેલાવી રહ્યો છે. આ સાથે જ તે મસાલા એન્ટરટેઇનર ફિલ્મો પણ કરી રહ્યો છે. ઍક્શન, ડ્રામા, રોમૅન્સ, કૉમેડી કે પછી સોશ્યલ રેલેવન્ટ ફિલ્મ કેમ ન હોય અક્ષયકુમાર દરેક પ્રકારની ફિલ્મ કરી જાણે છે. શું ઍક્ટર તરીકે પોતાને રીઇન્વેન્ટ કરવાનું મુશ્કેલ છે એ વિશે પૂછતાં અક્ષયકુમારે કહ્યું હતું કે ‘એ મુશ્કેલ નથી, પરંતુ હું કહીશ કે ખૂબ જ મજા આવે છે. હું મારી ઇમેજને બદલી રહ્યો છું એનો મતલબ એ થયો કે મને મજા આવી રહી છે.

આ પણ વાંચો : 'બાહુબલી' ડિરેક્ટર રાજામૌલીની ફિલ્મમાં દેખાશે આલિયા ભટ્ટ

મારે કોઈને પણ કંઈ પુરવાર કરવાની જરૂર નથી. મારું કહેવું એટલું જ છે કે તમે જે કામ કરો છો એને ફીલ કરો. દરેક વખતે અલગ પ્રકારના પાત્રમાં હોવાની ખૂબ જ મજા આવે છે. મારી કરીઅરની શરૂઆતમાં મને ફક્ત ઍક્શન ફિલ્મો જ મળી રહી હતી. મને જ્યારે ‘હેરાફેરી’ મળી હતી ત્યારે હું રડી પડ્યો હતો. ત્યાર બાદ મેં અલગ-અલગ ફિલ્મો કરવાની શરૂઆત કરી હતી.’

akshay kumar bollywood news