૨૦૧૯માં અક્ષયકુમારની ગુડ ન્યુઝ સો કરોડની ક્લબમાં સામેલ થનારી ચોથી ફિલ્મ

03 January, 2020 05:00 PM IST  |  Mumbai Desk

૨૦૧૯માં અક્ષયકુમારની ગુડ ન્યુઝ સો કરોડની ક્લબમાં સામેલ થનારી ચોથી ફિલ્મ

૨૭ ડિસેમ્બરે રિલીઝ થયેલી ‘ગુડ ન્યુઝ’એ ૧૧૭.૧૦ કરોડનો બિઝનેસ કર્યો છે. ફિલ્મમાં અક્ષયકુમાર, કરીના કપૂર ખાન, દિલજિત દોસંજ અને કિયારા અડવાણીના પર્ફોર્મન્સ લોકોને ખૂબ પસંદ પડી રહ્યા છે. આ અક્ષયકુમારની ચોથી ફિલ્મ બની ગઈ છે જેણે સો કરોડની ક્લબમાં સ્થાન મેળવ્યું હોય. આ અગાઉ અક્ષયકુમારની ‘હાઉસફુલ 4’, ‘કેસરી’ અને ‘મિશન મંગલ’એ સો કરોડનો બિઝનેસ કર્યો છે. ‘ગુડ ન્યુઝ’ના બિઝનેસ પર નજર નાખીએ તો આ ફિલ્મે શુક્રવારે ૧૭.૫૬ કરોડ, શનિવારે ૨૧.૭૮ કરોડ, રવિવારે ૨૬.૬૫ કરોડનો, સોમવારે ૧૨.૪૧ કરોડ, મંગળવારે ૧૬.૨૦ કરોડનો અને બુધવારે ૨૨.૫૦ કરોડની સાથે કુલ ૧૧૭.૧૦ કરોડનું કલેક્શન મેળવી લીધું છે.

akshay kumar kareena kapoor diljit dosanjh kiara advani bollywood bollywood news bollywood gossips