અક્ષય અને ટ્વિન્કલે ફક્ત કામ પર ફોકસ કરવાની સલાહ આપી કરણ કાપડિયાને

15 April, 2019 11:22 AM IST  | 

અક્ષય અને ટ્વિન્કલે ફક્ત કામ પર ફોકસ કરવાની સલાહ આપી કરણ કાપડિયાને

અક્ષયકુમાર અને ટ્વિન્કલ ખન્ના

ટ્વિન્કલ ખન્ના અને અક્ષયકુમારે કરણ કાપડિયાને સલાહ આપતાં તેને કામ પર ફોકસ કરવાનું કહ્યું છે. ડિમ્પલ કાપડિયાની બહેન સિમ્પલ કાપડિયાનો દીકરો કરણ ‘બ્લૅન્ક’ દ્વારા બૉલીવુડમાં પદાર્પણ કરી રહ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ તાજેતરમાં પૂરું થયું છે. સુસાઇડ-બૉમ્બરની સ્ટોરી દેખાડતી આ ફિલ્મના ડિરેક્ટર બેહઝાદ ખંભાતા છે. ટ્વિન્કલ ખન્ના અને અક્ષયકુમારે આપેલી સલાહ વિશે પૂછતાં કરણે કહ્યું હતું કે ‘અક્ષય અને ટ્વિન્કલે મને મારો બેસ્ટ પર્ફોર્મન્સ આપવાનું કહ્યું હતું. તેમણે મને કહ્યું હતું કે આ જર્ની ખૂબ કઠિન છે અને તું જે કામ કરે એમાં તારે આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનું છે. તેમણે જ્યારે ફિલ્મનાં કેટલાંક દૃશ્યો જોયાં ત્યારે તેમને હું આત્મવિશ્વાસુ દેખાયો અને તેમણે મને કહ્યું કે મને મારા કામ પર ફોકસ કરવું જોઈએ.’

આ ફિલ્મના એક ગીતમાં અક્ષયકુમાર પણ જોવા મળશે. આ ગીત વિશે કરણે કહ્યું હતું કે ‘આ ગીત સહેલી તકે રિલીઝ કરવામાં આવશે. એ વિશે હું વધુ કહી ન શકું. હું લોકોના રીઍકશન જોવા માટે ઉત્સુક છું.’

આ ફિલ્મમાં સની દેઓલ પણ જોવા મળશે. તેમની સાથેના કામના અનુભવ વિશે કરણે કહ્યું હતું કે ‘હું કૉન્ફિડેન્ટને બદલે નર્વસ વધુ રહેતો હતો, કારણ કે તમે જ્યારે આવા અનુભવી કલાકાર સાથે કામ કરો તો તમે થોડા ગભરાઈ જાઓ છો. જોકે એક વખત કામની શરૂઆત કર્યા બાદ તમે એ કામમાં પરોવાઈ જાઓ છો. ત્યાર બાદ કામ કરવું પણ સરળ બની જાય છે.’

આ પણ વાંચો : ફૅમિલી અને ફ્રેન્ડ્સે મને સ્ટારની જેમ ક્યારેય ટ્રીટ નથી કરી : સોનાક્ષી સિંહા

ફિલ્મ દરમ્યાન સની દેઓલ તને ગાઇડ કરતા હતા? એનો જવાબ આપતાં કરણે કહ્યું હતું કે ‘હું એ વિશે નથી જાણતો, પરંતુ હા, તેમણે મને અનેક સારી સલાહ આપી હતી. તેમણે મને કહ્યું હતું કે હંમેશાં શાંત રહેવું. હું જ્યારે પણ ભાવુક બનતો કે નર્વસ થઈ જતો ત્યારે તેઓ મને શાંત પાડતા હતા.’

akshay kumar twinkle khanna bollywood news