નૂપુર સૅનન સાથે એક મ્યુઝિક વિડિયોમાં જોવા મળશે અક્ષયકુમાર

23 September, 2019 02:02 PM IST  |  મુંબઈ

નૂપુર સૅનન સાથે એક મ્યુઝિક વિડિયોમાં જોવા મળશે અક્ષયકુમાર

અક્ષયકુમાર અને નૂપુર સૅનન

અક્ષયકુમાર એક મ્યુઝિક વિડિયો ‘ફિલહાલ’માં ક્રિતી સૅનનની બહેન નૂપુર સૅનનની સાથે જોવા મળવાની છે. આ આલબમનું શૂટિંગ તાજેતરમાં જ સેન્ટ ઝૅવિયર્સ કૉલેજમાં કરવામાં આવ્યુ હતું. બી. પ્રાકે આ આલબમમાં ગીત ગાયું છે. આ અગાઉ તેણે અક્ષયરુમાર માટે ‘કેસરી’માં ‘તેરી મિટ્ટી’ ગીત ગાયું હતું. આ આલબમમાં પંજાબી સિંગર એમ્મી વિર્ક પણ જોવા મળશે. તેમના અનેક ફોટોઝ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. 

આ પણ વાંચો : લાલ સિંહ ચઢ્ઢાના શૂટિંગ માટે ફરી એક વાર પંજાબ જશે આમિર ખાન

અક્ષયકુમાર સાથે કામ કરવાની તક મળતાં નૂપુર ખૂબ ખુશ છે. અક્ષયકુમારની પ્રશંસા કરતાં નૂપુરે કહ્યું હતું કે ‘હું તેમની ફૅન છું અને હવે તેમની સાથે કામ કરી રહી છું. એ મારા માટે અદ્ભુત ફી‌લિંગ છે. મારા ફેવરિટ અક્ષયકુમાર સર સાથે કામની શરૂઆત કરવી એનાથી સારી બાબત ન હોઈ શકે. તમે ખૂબ જ ઉમળકાથી મારી સાથે રહ્યા, મને મદદ કરી અને હંમેશાં તમારી દિલ્હીવાલી પંજાબીથી મને સુપર કમ્ફર્ટેબલ હોવાનો અહેસાસ કરાવ્યો હતો. તમારા અવર્ણનીય સાથ-સહકાર માટે આભાર.

akshay kumar bollywood news