Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લાલ સિંહ ચઢ્ઢાના શૂટિ‍ંગ માટે ફરી એક વાર પંજાબ જશે આમિર ખાન

લાલ સિંહ ચઢ્ઢાના શૂટિ‍ંગ માટે ફરી એક વાર પંજાબ જશે આમિર ખાન

23 September, 2019 01:58 PM IST | મુંબઈ

લાલ સિંહ ચઢ્ઢાના શૂટિ‍ંગ માટે ફરી એક વાર પંજાબ જશે આમિર ખાન

આમિર ખાન

આમિર ખાન


આમિર ખાને તેની ‘રંગ દે બસંતી’ અને ‘દંગલ’નું શૂટિંગ પંજાબમાં કર્યા બાદ ફરી એક વાર ‘લાલ સિંહ ચઢ્ઢા’ માટે ત્યાં જ શૂટિંગ માટે જવાનો છે. આ ફિલ્મનું શૂટિંગ જલદી જ શરૂ કરવામાં આવશે. એવું લાગે છે કે આમિરને પંજાબ અને ત્યાનાં લોકો સાથે ખાસ લગાવ છે. આ ફિલ્મ હૉલીવુડની ‘ફૉરેસ્ટ ગમ્પ’ની હિન્દી રીમેક છે. આ ફિલ્મ માટે આમિરે પંજાબનાં વિવિધ શહેરો અને ગામડાંઓની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ અમૃતસર, લુધિયાણા, જાલંધર અને એની આસપાસનાં ગામડાંઓને પસંદ કરવામાં આવ્યાં છે. ફિલ્મ માટે આમિર મુશ્કેલ ફિઝિકલ ટ્રાન્સફૉર્મેશનમાંથી પસાર થશે. એના માટે તે લગભગ ૨૦ કિલો વજન પણ ઘટાડશે.

આ પણ વાંચો : #MeTooને લઈને હવે લોકોમાં ડર પેદા થયો છે : ક્રિતી સૅનન



ફિલ્મના અમુક ભાગમાં તે પાઘડીમાં પણ જોવા મળશે. આ વર્ષનાં અંત સુધીમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની શક્યતા છે. આ ફિલ્મને લઈને આમિરના ફૅન્સ પણ ખાસ્સા ઉત્સાહિત છે. અતુલ કુલકર્ણીએ ફિલ્મની સ્ટોરી લખી છે. અદ્વૈત ચંદન એને ડિરેક્ટ કરશે. ૨૦૨૦ની ક્રિસમસમાં ફિલ્મને રિલીઝ કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

23 September, 2019 01:58 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK