અજય દેવગણના પિતા અને જાણીતા સ્ટંટમેન વીરૂ દેવગણનું નિધન

27 May, 2019 03:19 PM IST  | 

અજય દેવગણના પિતા અને જાણીતા સ્ટંટમેન વીરૂ દેવગણનું નિધન

વીરૂ દેવગણે લીધા મુંબઈ અંંતિમ શ્વાસ

ફિલ્મ અભિનેતા અજય દેવગણના પિતા અને સ્ટંટ માસ્ટર વીરુ દેવગણનું મુંબઈમાં અવસાન થયું છે. વીરુ દેવગણ એક પ્રસિદ્ધ સ્ટંટ માસ્ટર હતા, વીરુ દેવગણે ઘણી સુપરહિટ ફિલ્મોમાં સ્ટંટ કર્યા હતાં. તેમના સ્ટંટ માટે તેમને ઘણા એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.

અજય દેવગણના પિતા વીરુ દેવગણે આજે મુંબઈમાં છેલ્લા શ્વાસ લીધા હતા. તેમની તબિયત છેલ્લા ઘણા સમયથી ખરાબ ચાલી રહી હતી. મુંબઈમાં 27મેના તેમણે દુનિયાને અલવિદા કહ્યું. વીરુ દેવગણ જાણીતા સ્ટંટ અને એક્શન કોરિયોગ્રાફર હોવાની સાથે ડાયરેક્ટર પણ હતા. તેમણે 80થી વધીરે ફિલ્મોમાં એક્શન કોરિયોગ્રાફ કરી હતી. આ સિવાય 'હિન્દુસ્તાન કી કસમ' ફિલ્મને ડિરેક્ટ પણ કરી હતી

વીરુ દેવગણે અજય દેવગણને હીરો બનાવવા માટે ઘણી મહેનત કરી હતી. તેમણે નાની ઉમરમાં જ ફિલ્મ મેકિંગ અને એક્શન સ્ટંટ શિખવાડ્યા હતા. ફિલ્મને લઈને બધા જ કામઅજય દેવગણ સાથે કરાવતા હતા. અજય જ્યારે કોલેજ ગયા ત્યારે ખાસ તેમની માટે ડાન્સ ક્લાસ કરાવ્યા હતા અને ઘરમાં જ જિમની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સાથે વીરુ દેવગણે અજયને તેમની એકશન ટીમનો ભાગ પણ બનાવતા હતા. અજય દેવગણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમના પિતાના કારણે છે તેમ કહી શકાય

આ પણ વાંચો: થઈ જાઓ તૈયાર, આવી રહ્યા છે જયેશભાઈ જોરદાર

વીરુ દેવગણ પોતે બોલીવૂડમાં નામ કમાવવા માટે 1957માં 14 વર્ષની ઉમરે જ અમૃતસરથી મુંબઈ ભાગી આવ્યા હતા. ટિકિટ વગર મુસાફરી કરવા બદલ તેમણે જેલની હવા પણ ખાધી છે. વીરુ દેવગણે મુંબઈમાં ટેક્સી ધોવાનું, કાર્પેન્ટરનું કામ પણ કર્યું છે. વીરુ દેવગણ ઈનકાર, મિ. નટવરલાલ, ક્રાંતિ, હિમ્મતવાલા, શહેનશાહ, ત્રિદેવ, બાપ નમ્બરી બેટા દસ નમ્બરી, ફૂલ ઓર કાંટે જેવી ફિલ્મો ડિરેક્ટ કરી ચૂક્યા છે.

ajay devgn bollywood news gujarati mid-day