21 વર્ષના સંગાથને માણી રહ્યાં છે અજય દેવગન અને કાજોલ

01 January, 2020 12:22 PM IST  |  Mumbai

21 વર્ષના સંગાથને માણી રહ્યાં છે અજય દેવગન અને કાજોલ

અજય દેવગન અને કાજોલ

અજય દેવગન અને કાજોલ એક બીજાનાં ૨૧ વર્ષના સાથને માણી રહ્યા છે. આ બન્ને એક બીજાને ૧૯૯૫થી ડૅટ કરી રહ્યા હતાં. તેઓ ફિલ્મ ‘ગુંડારાજ’નાં સેટ પર એક બીજાને મળ્યા હતાં. તેમણે ૧૯૯૯ની ૨૪ ફેબ્રુઆરીએ લગ્ન કર્યા હતાં. બન્નેની ઑન-સ્ક્રીન કૅમિસ્ટ્રી લોકોને ખૂબ પસંદ પડે છે. તેમણે અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. તેઓ હવે ‘તાનાજી : ધ અનસંગ વૉરિયર’માં સાથે જોવા મળશે. આ ફિલ્મ ૧૦ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. અજય દેવગને બન્નેનો એક રોમૅન્ટિક ફોટો શૅર કર્યો છે. ફોટોમાં બન્ને હાથોમાં હાથ નાખીને ચાલી રહ્યા છે.

આ પણ વાંચો : દ્રૌપદીમાં ભગવાન કૃષ્ણના પાત્રમાં હૃતિક રોશન હશે એ અફવા છે : દીપિકા પાદુકોણ

આ ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને અજય દેવગને ટ્વીટ કર્યું હતું કે ‘૨૦૧૯ પૂરું થયું અને અમારા રિલેશનનાં ૨૧માં વર્ષની નજીક જઈ રહ્યા છીએ. હજી પણ સાથે જ ચાલી રહ્યા છીએ.’

ajay devgn kajol bollywood news