pro kabaddiમાં પોતાની માલિકીની ટીમ સાથે ચિયર કરતી જોવા મળી એશ્વર્યા

28 July, 2019 07:13 PM IST  | 

pro kabaddiમાં પોતાની માલિકીની ટીમ સાથે ચિયર કરતી જોવા મળી એશ્વર્યા

બોલીવુડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન પોતાની પુત્રી આરાધ્યા બચ્ચન સાથે અભિષેક બચ્ચનની કબ્બડી ટીમ જયપુર પિન્ક પેન્થર્સને જોરદાર અંદાજમાં ચિયર કરતી જોવા મળી રહી હતી. પ્રો કબ્બડી લીગ સીઝન 7માં અભિષેકની ટીમ આ સીઝનમાં જબરદસ્ત પરફોર્મન્સ કરી રહી છે અને પોઈન્ટ ટેબલ પર બીજા નંબરે છે.

એશ્વર્યા રાય બચ્ચને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શૅર કરી હતી જેમા પુત્રી આરાધ્યા સાથે જોવા મળી રહી છે. એશ્વર્યા-આરાધના પૂરા જોશમાં પોતાની ટીમની જર્સી સાથે ટીમને સપોર્ટ કરતી જોવા મળી રહે છે. એશ્વર્યા રાય બચ્ચને પોતાની ટીમને સપોર્ટ કરવાથી અભિષેક બચ્ચન ખુશ જોવા મળી રહ્યાં હતાં. પોસ્ટ કરતા કેપ્શન આપ્યું હતુ કે, 'ગુડ લક ચાર્મ્સ.'

એશ્વર્યા રાય બચ્ચન છેલ્લા 2 મહિનાથી તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી દૂર છે. આ દરમિયાન તેણે ઈન્સ્ટાગ્રામ પર એક પર પોસ્ટ કરી હતી નહી. જો કે પ્રો-કબ્બડી લીગમાં પોતાની ટીમને ચીયર કરતા ફોટો શૅર કર્યો હતો. પોતાની ટીમનો કોન્ફીડન્સ વધારતા ફોટોઝ અભિષેક બચ્ચને તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર પણ શૅર કરી હતીએશ્વર્યા રાય બચ્ચને પ્રો-કબ્બડીની ટીમ પિન્ક પેન્થર્સના પ્લેયર્સ સાથે ફોટો અપલોડ કર્યો હતો. ફોટોઝ અપલોડ કરતા એશ્વર્યાએ કેપ્શન આપ્યું હતું કે, ગોડ બ્લેસ બોય્ઝ, પિન્ક પેન્થર્સ હંમેશા ચમકતુ રહેં.

aishwarya rai bachchan gujarati mid-day pro kabaddi league