Aham Brahmasmi - A movement: વારાણસીમાં પહેલી સંસ્કૃત ફિલ્મનું પ્રીમિયર

07 September, 2019 05:03 PM IST  |  મુંબઈ ડેસ્ક

Aham Brahmasmi - A movement: વારાણસીમાં પહેલી સંસ્કૃત ફિલ્મનું પ્રીમિયર

અહમ્ બ્રહ્માસ્મિ

'અહં બ્રહ્માસ્મિ-એ મૂવમેન્ટ' આ નામ છે મેનસ્ટ્રીમ સિનેમામાં બનેલી પહેલી સંસ્કૃત ફિલ્મનું. આ સંસ્કૃત ફિલ્મનું પ્રીમિયર ધર્મ, મંદિર અને આધ્યાત્મની નગરી કાશીના એક મલ્ટીપ્લેક્સમાં થયું. આ મહાન સ્વતંત્રતા સંગ્રામ સેનાની ચંદ્રશેખર આઝાદના જીવન પર બનાવવામાં આવી છે.

ફિલ્મના નિર્માતા આઝાદનો દાવો છે કે હૉલીવુડની જેમ જ આગામી દિવસોમાં સંસ્કૃત ભાષાની ફિલ્મોની પણ પસંદગી કરવામાં આવશે. આઝાદ જ ફિલ્મના લેખક, સંપાદક, નિર્દેશક પણ છે. ફિલ્મ માત્ર 105 મિનિટની છે. ફિલ્મનો હેતુ, સંસ્કૃતેને પ્રોત્સાહન આપવાનો અને યુવાનોને સંસ્કૃત ભાષા પ્રત્યે જાગૃત કરવાનો છે. ફિલ્મનું નિર્માણ કામિની દુબે, ધ બૉમ્બે ટોકીઝ સ્ટુડિયો અને આઝાદ ફેડરેશને મળીને કર્યું છે.

વારાણસી, પ્રયાગરાજ અને દિલ્હીમાં કરી શૂટિંગ
વારાણસીમાં આ ફિલ્મનું પ્રીમિયર ખાસ રાખવામાં આવ્યું હતું કારણકે ફિલ્મની શૂટિંગ મોટાભાગે વારાણસી, પ્રયાગરાજ, દિલ્હી અને મુંબઇમાં થઈ છે. વારાણસીમાં ફિલ્મનો પ્રીમિયર શો જોવા માટે મોચી સંખ્યામાં દર્શકો પહોંચ્યા હતા.

આ પણ વાંચો : Vogue માટે પ્રિયંકા ચોપરાએ કરાવ્યું ફોટોશૂટ, તસવીરોમાં દેખાયો ગ્લેમરસ અંદાજ

કોણ છે ફિલ્મ નિર્દેશક આઝાદ
અહં બ્રહ્માસ્મિ-એ મૂવમેન્ટ એક સૈન્ય સ્કૂલના પૂર્વ વિદ્યાર્થી અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસિત ફિલ્મ નિર્માતા આઝાદે બનાવી છે. આઝાદની છેલ્લી ફિલ્મ રાષ્ટ્રપુતને પ્રતિષ્ઠિત 72માં કાન આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારંભમાં પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

bollywood bollywood news bollywood events bollywood gossips