આદિત્ય રૉયે દીવા ધવનને ડેટ કરવાનો કર્યો નકાર, લગ્નની વાત પણ નકારી

24 January, 2020 05:50 PM IST  |  Mumbai Desk

આદિત્ય રૉયે દીવા ધવનને ડેટ કરવાનો કર્યો નકાર, લગ્નની વાત પણ નકારી

ફિલ્મ અભિનેતા આદિત્ય રૉય કપૂર ઘણીવાર મૉડલ દિવા ધવન સાથે રિલેશનશિપમાં હોવાની વાતનો અસ્વીકાર કર્યો છે પણ મૉડેલ અને એક્ટ્રેસ દિવા ધવનને આદિત્ય રૉય કપૂરના ઘરે ઘણીવાર સ્પૉટ કરવામાં આવી છે. આદિત્ય રૉય કપૂર જ્યારે પણ ચર્ચાઓમાં છવાય છે ત્યારે તેની સાથે મૉડેલ-એક્ટ્રેસ દીવન ધવનના રૂમર્ડ અફેર વિશે પણ લખવામાં આવે છે.

આ વિશે મીડિયાનું ધ્યાન ત્યારે ગયું જ્યારે બન્નેને 2018માં એક ડિનર ડેટ પર એક રેસ્ટૉરન્ટમાંથી બહાર નીકળતાં સ્પૉટ કરવામાં આવ્યા. જો કે, આદિત્ય કે દીવા બન્નેમાંથી કોઇએ પણ ઑન રેકૉર્ડ પોતાના સંબંધો સ્વીકાર્યા નથી. આદિત્યએ હંમેશાં દીવા ધવનને 'ખાસ મિત્ર'ની શ્રેણીમાં જ રાખ્યા. મુંબઇ મિરરને આપેલા એક ઇન્ટરવ્યૂમાં આદિત્ય રૉય કપૂરે કહ્યું કે તે અને દીવા વર્ષોથી સારા મિત્રો છે અને તેમની વચ્ચે કંઇ જ રંધાઇ રહ્યું નથી.

તેમણે લગ્નની અફવાઓને પણ નકારી દીધી છે. આ વિશે વાત કરતાં આદિત્ય રૉય કપૂરે કહ્યું કે, 'તેણે એક સારું નિવેદન આપ્યું, એ કહેતાં કે તેમાં કોઇ જ હકીકત નથી અને મેં પણ તે ફરી કહ્યું. મને લાગે છે કે આ વાતને કારણે હવા મળે છે કે અમે ઘણીવાર ડિનર પર સાથે દેખાતાં હોઇએ છીએ. અમે વર્ષોથી ફ્રેન્ડ્સ છીએ અને અત્યારે કેટલાક સમયથી તો અમે મળ્યા પણ નથી. લગ્ન મારી ખૂબ જ દૂરની વાત છે. હું ઉતાવળમાં નથી.'

આનાથી જુદાં આ કપલ સાથે જોડાયેલા નજીકના સૂત્રએ ખુલાસો કર્યો કે દીવાને આદિત્યના ઘરે ઘણીવાર સ્પૉટ કરવામાં આવી છે. આથી આ વાત તો સ્પષ્ટ છે કે આદિત્ય હજી પણ માનવા માટે તૈયાર નથી કે તે દીવાને ડેટ કરી રહ્યો છે.

આ પણ વાંચો : અનુરાગ કશ્યપની દીકરી આલિયાની આવી છે લાઈફસ્ટાઈલ, જુઓ ગ્લેમરસ તસવીરો

જોકે, એ તો ફક્ત સમય જ જણાવશે. વર્કફ્રન્ટની વાત કરીએ તો આદિત્ય રૉય કપૂર હાલ પોતાની ફિલ્મ મલંગના પ્રમોશનમાં વ્યસ્ત છે, જેમાં દિશા પટણી, અનિલ કપૂર અને કુણાલ ખેમૂની પણ મુખ્ય ભૂમિકા છે. આ ફિલ્મનું નિર્દેશન મોહિત સૂરીએ કર્યું છે અને આ ફિલ્મ 7 ફેબ્રુઆરી, 2020ના રિલીઝ થશે.

bollywood bollywood news bollywood gossips