મુંબઈને સાફ રાખવા માટે ​​વિદ્યા બાલને બીએમસીનાં વખાણ કર્યાં

29 August, 2019 11:43 AM IST  |  મુંબઈ

મુંબઈને સાફ રાખવા માટે ​​વિદ્યા બાલને બીએમસીનાં વખાણ કર્યાં

વિદ્યા બાલન

વિદ્યા બાલને હાલમાં જ બીએમસીના કામના વખાણ કરી રહી છે. વિદ્યાની ‘મિશન મંગલ’ની સ્પેશ્યલ સ્ક્રીનિંગ મંગળવારે દાદરમાં બીએમસીના કમિશનર પ્રવીણ પરદેશી દ્વારા યોજવામાં આવી હતી. આ સ્ક્રીનિંગમાં વિદ્યાએ હાજરી આપી હતી. તેણે બીએમસીના કર્મચારી અને તેમની ફૅમિલી સાથે પણ ચર્ચા કરી હતી. આ વિશે વિદ્યા બાલને કહ્યું હતું કે ‘બીએમસીના કર્મચારીઓ લોકોને મદદ કરવા માટે તેમનું જીવન અર્પણ કરી રહ્યાં છે અને મુંબઈ શહેરને સાફ રાખવા માટે તેમણે ખૂબ જ સારું કામ કર્યું છે. આપણે ઘણી ચૅલેન્જનો સામનો કરવો પડી રહ્યો છે અને આપણે પણ ઘણી જગ્યાએ નિઃસહાય બની જઈએ છીએ, પરંતુ એમ છતાં આપણે દેશની નંબર વન મ્યુન્સિપલ કોર્પોરેશન બનવાના દાવેદાર છીએ. આપણે ઘણી સમસ્યાનો સામનો કરીએ છીએ, પરંતુ બીએમસી વગર આપણે જે સુવિધાઓ ભોગવી રહ્યાં છીએ એ ન ભોગવી શકીએ. એક નાગરીક તરીકે આપણે બીએમસીનો સર્પોટ કરવો જોઈએ.’

ગંદકી કરનારા વિશે વાત કરતાં વિદ્યાએ કહ્યું હતું કે ‘મુંબઈને ઇન્ડિયાની ધડકન ગણવામાં આવે છે. ગંદકી કરનારાઓને ખબર પડવી જોઈએ કે તેઓ શું કરી રહ્યાં છે. આથી હું વિનંતી કરું છું કે આવા લોકો પર વધુને વધુ દંડ ફટકારવામાં આવે.’

આ પણ વાંચો : કોઈ પણ શુક્રવારે બાહુબલીનો રેકૉર્ડ તૂટી શકે છે : પ્રભાસ

મને લાગે છે કે આપણે ‘મિશન મુંબઈ’ લૉન્ચ કરવું જોઈએ. આ મિશનમાં આપણે મુંબઈને ખાડાથી મુક્ત, ૨૪ કલાક પાણીની વ્યવસ્થા અને દરેકને હેલ્થ અને એજ્યુકેશનની સરખી સુવિધા પૂરી પાડવી જોઈએ.

- વિશાખા રાઉત, મુંબઈ મહાનગર પાલિકાના ગૃહના નેતા

vidya balan bollywood news