Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કોઈ પણ શુક્રવારે બાહુબલીનો રેકૉર્ડ તૂટી શકે છે : પ્રભાસ

કોઈ પણ શુક્રવારે બાહુબલીનો રેકૉર્ડ તૂટી શકે છે : પ્રભાસ

29 August, 2019 11:36 AM IST | મુંબઈ

કોઈ પણ શુક્રવારે બાહુબલીનો રેકૉર્ડ તૂટી શકે છે : પ્રભાસ

પ્રભાસ

પ્રભાસ


પ્રભાસનું કહેવું છે કે ‘બાહુબલી’નો રેકૉર્ડ કોઈ પણ શુક્રવારે તૂટી શકે છે. ‘બાહુબલી’ના બન્ને પાર્ટે બૉક્સ-ઑફિસ પર ખૂબ જ ધૂમ મચાવી હતી. ખાસ કરીને ‘બાહુબલી’ના બીજા પાર્ટે દુનિયાભરમાં ધમાલ મચાવી હતી. આ ફિલ્મ બૉલીવુડમાં અત્યાર સુધીની સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મ છે. એણે ૫૧૦.૯૯ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. પ્રભાસની ‘સાહો’ આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે. આ રેકૉર્ડ વિશે પૂછતાં પ્રભાસે કહ્યું હતું કે ‘આ રેકૉર્ડ કોઈ પણ શુક્રવારે તૂટી શકે છે. આ રેકૉર્ડ એક શરૂઆત છે અંત નથી. ગુજરાતનો અથવા તો વેસ્ટ બેંગાલનો કે કોઈ પણ ફિલ્મમેકર અમારી પાસે જે રેકૉર્ડ છે એને આરામથી તોડી શકે છે.

આ પણ વાંચો : પ્રમોશન દરમ્યાન સતત લાલ કપડામાં જોવા મળશે સોનમ કપૂર



કન્નડ ફિલ્મ ‘KGF’એ પણ સારો બિઝનેસ કર્યો હતો. દરેક વ્યક્તિ ભારતભરમાં હવે તેમની ફિલ્મ રિલીઝ કરી શકે છે. ફિલ્મ જો સારી હોય તો એ અવશ્ય ચાલશે. દરેક રાજ્યમાં ખૂબ જ સારી -સારી ફિલ્મો બની રહી છે અને આ ખૂબ જ સારો સમય છે.’


Whatsapp-channel Whatsapp-channel

29 August, 2019 11:36 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK