બાલાકોટ ઍર-સ્ટ્રાઇક પર સંજય લીલા ભણસાલી બનાવશે ફિલ્મ

16 December, 2019 02:45 PM IST  |  Mumbai

બાલાકોટ ઍર-સ્ટ્રાઇક પર સંજય લીલા ભણસાલી બનાવશે ફિલ્મ

સંજય લીલા ભણસાલી

બાલાકોટ હવાઈ હુમલા પર સંજય લીલા ભણસાલી, ટી-સિરીઝ, મહાવીર જૈન અને પ્રજ્ઞા કપૂર સાથે મળીને ફિલ્મ પ્રોડ્યુસ કરવાનાં છે. આ ફિલ્મને અભિષેક કપૂર ડિરેક્ટ કરશે. થોડા મહિના પહેલાં વિવેક ઑબેરૉયે પણ આ વિષય પર ‘બાલાકોટ : ધ ટ્રૂ સ્ટોરી’ ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. આ ફિલ્મ તામિલ, તેલુગુ અને હિન્દીમાં બનાવવામાં આવશે. આ વર્ષે પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં દેશના ૪૦ જવાનો શહીદ થયા હતા. ત્યાર બાદ ભારતીય ઍરફોર્સે પાકિસ્તાનની આતંકવાદી છાવણી પર હુમલો કર્યો હતો. એવું કહેવાય છે કે એ હુમલામાં કેટલાક આતંકવાદીઓનો ખાતમો કરવામાં આવ્યો હતો.

sanjay leela bhansali abhishek kapoor bhushan kumar bollywood news entertaintment