દિલ્હી 6 દિલથી બનાવવામાં આવી હતી : અભિષેક બચ્ચન

22 February, 2019 11:08 AM IST  | 

દિલ્હી 6 દિલથી બનાવવામાં આવી હતી : અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચનનું કહેવું છે કે ‘દિલ્હી ૬’ દિલથી બનાવવામાં આવી હતી. આ ફિલ્મ રિલીઝ થયાને ૧૦ વર્ષ થયાં છે. અભિષેક બચ્ચન અને સોનમ કપૂર આહુજાની આ ફિલ્મ ૨૦૦૯ની વીસ ફેબ્રુઆરીએ રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું મોશન પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અભિષેકે કૅપ્શન આપી હતી કે ‘આ ફિલ્મનું શૂટિંગ કરવાનો ખૂબ જ સારો અનુભવ રહ્યો હતો. ફિલ્મની કાસ્ટ અને ક્રૂ ખૂબ જ પાવરફુલ અને મોજીલી હતી. આ ફિલ્મનું એક ગીત હું હંમેશાં સાંભળ્યા કરું છું. આ ફિલ્મને બનાવવા માટે અમે દિલ અને આત્મા પૂર્યા હતા અને ફિલ્મમાં અગત્યનો મેસેજ પણ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : #MeTooને કારણે ફિલ્મ પર અસર ન પડે એની તકેદારી રાખવી જોઈએ: ક્રિતી

આ અનમોલ ફિલ્મમાં મને કામ કરવાની તક આપવા માટે રાકેશ ઓમપ્રકાશ મેહરા તમારો આભાર. અરે.... ‘મસકલી’ને તો થૅન્ક યુ કહેવાનું ભૂલી જ ગયો.’

abhishek bachchan bollywood news delhi 6 sonam kapoor