બૉલીવુડમાં ફિલ્મોને ફ્લૉપ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે : અભય દેઓલ

30 May, 2019 11:18 AM IST  |  મુંબઈ

બૉલીવુડમાં ફિલ્મોને ફ્લૉપ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે : અભય દેઓલ

અભય દેઓલ

અભય દેઓલનું કહેવું છે કે બૉલીવુડ હજી પણ ખૂબ જ પાછળ ચાલી રહ્યું છે. તેનું કહેવું છે કે વેબ-સિરીઝને લઈને જે તક મળી છે એને લોકોએ ઝડપવી જોઈએ અને સારી કન્ટેન્ટ બનાવવી જોઈએ. સિનેમા અને થિયેટર કલ્ચરને શું ડિજિટલ પ્લૅટફૉર્મ ઓવરપાવર કરી શકે છે? એનો જવાબ આપતાં અભય દેઓલે કહ્યું હતું કે ‘તમે હૉલીવુડમાં જોઈ શકો છો શું થયું એ.

ટીવી પર તેમના ડ્રામા એટલા સરસ બને છે કે તમે હવે સિનેમા પર તેમની સુપરહીરો ફિલ્મો જ જોઈ શકો છો. લોકોએ જ્યારે એક ગ્રૅન્ડ સ્કેલનું અથવા તો લાર્જર-ધૅન-લાઇફ કંઈ જોવું હોય ત્યારે તેઓ સિનેમામાં જાય છે. જોકે તમારે જ્યારે સારા ડ્રામા જોવા હોય ત્યારે તમે HBO અથવા તો નેટફ્લિક્સનો સહારો લો છો.

આ પણ વાંચો : અર્જુન કપૂરને ટ્રોલ કરનારની આવી શામત

ઇન્ડિયાની વાત કરું તો સિનેમા એની ફૉર્મ્યુલામાંથી બહાર જ નથી આવી શકી. આપણા ડ્રામામાં સુધારો થઈ રહ્યો છે. ‘દિલ્હી ક્રાઇમ’ જેવા શો બની રહ્યા છે જે ઇન્ડિયા માટે ખૂબ જ મોટી સિદ્ધિ છે. તમે જ્યારે બૉલીવુડની ફિલ્મો પર ધ્યાન આપો તો એમાં હાલમાં ફિલ્મ ફ્લૉપ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.’

abhay deol bollywood news