મમ્મી-પપ્પા સાથે રજા મનાવીને પાછી ફરી આરાધ્યા બચ્ચન, Video Viral

17 July, 2019 04:34 PM IST  |  મુંબઈ

મમ્મી-પપ્પા સાથે રજા મનાવીને પાછી ફરી આરાધ્યા બચ્ચન, Video Viral

Image Courtesy : yogen shah

બોલીવુડના સ્ટાર કિડ્ઝને લઈ પાપારાઝી ખૂબ જ એક્ટિવ રહે છે. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની પુત્રી આરાધ્યા બચ્ચન પણ મીડિયાની લાડકી છે. હાલ જ તે યુએસમાં વેકેશન મનાવીને પાછી ફરી છે. વેકેશન મનાવીને પાછી આવેલી આરાધ્યા બચ્ચચના એરપોર્ટ પરના ફોટોઝ અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. એરપોર્ટ પર પુત્રીનો હાથ પકડીને ચાલી રહેલા અભિષેક બચ્ચનનો ફાધર લૂક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. તો ઐશ્વર્યા અને અભિષેક ફરી પ્રોટેક્ટિવ પેરેન્ટ્સની જેમ દેખાયા છે.

સેલિબ્રિટી ફોટોગ્રાફર યોગેન શાહ અને વિરલ ભાયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ત્રણેયનો સાથે વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં આરાધ્યા પોતાના પપ્પા અભિષેક સાથે ટ્વિનિંગ કરતી દેખાઈ રહી છે. તો ઐશ્વર્યા રાય બચ્ચને બ્લેક આઉટફિટ પહેર્યું છે.

આ પણ વાંચોઃ Faceapp: ઘરડે ઘડપણે આવા લાગશે તમારા ફેવરિટ સ્ટાર્સ

ઉલ્લેખનીય છે કે પુત્રી આરાધ્યનો હાથ પકડીને ઉભી હોય તેવા ઐશ્વર્યાના ફોટોઝ સોશિયલ મીડિયા પર ઘણીવાર ટ્રોલ થઈ ચૂક્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સે આરાધ્યાનો હાથ પકડવાને લઈ ઐશ્વર્યાને ટ્રોલ કરી છે. ઐશ્વર્યા હંમેશા જાહેર સ્થળોએ પુત્રીનો હાથ પકડી રાખે છે. પરિણામે સોશિયલ મીડિયા યુઝર્સ તેને ઓવર પ્રોટેક્ટિવ ગણાવી ચૂક્યા છે.

aishwarya rai bachchan abhishek bachchan bollywood aaradhya bachchan