34 Years of Dil : કેમ આટલા વર્ષો બાદ પણ આમિર ખાન-માધુરી દીક્ષિતની ફિલ્મ ‘દિલ’ જીતી રહી છે લોકોના દિલ?

23 June, 2024 02:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

34 Years of Dil: હવે જ્યારે આ અદ્દભુત ફિલ્મે રિલીઝના 34 વર્ષ પૂરા કર્યા છે, તો ચાલો ફિલ્મની કેટલીક વિશેષતાઓ પર નજર કરીએ

આમિર ખાન અને માધુરી દીક્ષિત

34 Years of Dil: આમિર ખાન-માધુરી દીક્ષિતની કેમેસ્ટ્રીથી લઈને વાર્તા સુધી, આ બાબતો ફિલ્મ "દિલ" ને તેની રજૂઆતના 34 વર્ષ પછી પણ ક્લાસિક લવ સ્ટોરી બનાવે છે, તમને જણાવી દઈએ કે વર્ષ 1990માં ફિલ્મ ‘દિલ’ રીલીઝ થઈ હતી અને લોકોના દિલ સુધી પહોંચી હતી. આ બોલિવૂડની ખૂબ જ સુંદર રોમેન્ટિક ફિલ્મ છે. આ ફિલ્મમાં આમિર ખાન અને માધુરી દીક્ષિતે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમ જ આ ફિલ્મ ઇન્દ્ર કુમારની દિગ્દર્શિત પ્રથમ ફિલ્મ હતી, આ જ કારણોસર આ ફિલ્મ ખૂબ જ લોકપ્રિય બની હતી અને તે વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ તરીકે પણ ચર્ચામાં રહી હતી. રીલીઝ થઈ ત્યારે જ વિવેચકોએ આ ફિલ્મની ખૂબ પ્રશંસા કરી હતી. હવે જ્યારે આ અદ્દભુત ફિલ્મે રિલીઝના 34 વર્ષ પૂરા કર્યા છે, તો ચાલો ફિલ્મની કેટલીક વિશેષતાઓ પર નજર કરીએ

ક્લાસિક લવ સ્ટોરી

‘દિલ’ એ એક એવી ક્લાસિક લવ સ્ટોરી છે જેની સ્ટોરી દર્શકોના દિલને સ્પર્શી ગઈ હતી. રાજા અને મધુ ઘણી મુશ્કેલીઓ આવવા છતાં એકબીજાના પ્રેમમાં પડે છે, આ જ કથાવસ્તુએ દર્શકોના હૃદયને સ્પર્શી લીધું હતું અને તેમના હૃદયમાં ઊંડી છાપ છોડી હતી.

દરેક ફિલ્મમાં તેના મ્યુજીકનો ખૂબ જ મહત્વનો ફાળો હોય છે. તો આ ફિલ્મમાં મ્યુઝિક કેવું હતું?

તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘દિલ’ (34 Years of Dil) પાસેથી આપણને અનેક કેટલાક યાદગાર ગીતો મળ્યા છે. ફિલ્મના તમામ ગીતો તે સમયે ખૂબ જ લોકપ્રિય હતા અને આજે પણ યાદ કરવામાં આવે છે. તેના ગીતો પૈકીનાં મુજે નીંદ નના આયે ખંબે જેસી ખડી હે આ ગીતો એવા પોપ્યુલર થયા કે તેઓએ એક નવો જ ટ્રેન્ડ સેટ કર્યો અને તે દરમિયાન વેચાયેલી કેસેટના વેચાણમાં પણ ધરખમ વધારો કર્યો હતો.

આ ફિલ્મના આઇકોનીક ડાયલોગ્સે લોકોના મનને જીતી લીધા હતા 

તમને જણાવી દઈએ કે 90ના દાયકામાં રિલીઝ થયેલ ફિલ્મ ‘દિલ’ (34 Years of Dil)ના સંવાદો દર્શકોના હૃદયને સ્પર્શી ગયા હતા, જે ફિલ્મની થીમ સાથે મેળ ખાતા હતા અને કલાકારોના અભિનયમાં પણ તેઑએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. 

ટાઈમલેસ અપીલ

‘દિલ’ (34 Years of Dil)ની વાર્તા હંમેશા દર્શકોને આકર્ષતી રહી છે. ભલે તે 1990 માં રિલીઝ થઈ, આ ફિલ્મ તેની સુંદર વાર્તાને કારણે આજે પણ દર્શકોને આકર્ષે છે. આ ફિલ્મ નૌશિર ખટાઉ અને કમલેશ પાંડે દ્વારા લખવામાં આવી હતી, જેમાં આનંદ-મિલિંદ દ્વારા સંગીત આપવામાં આવ્યું હતું .ફિલ્મ થોલી મુદ્દુ શીર્ષક હેઠળ તેલુગુ (1993)માં રીમેક કરવામાં આવી હતી. આ ફિલ્મને કન્નડમાં શિવરંજની (1997) તરીકે પણ રીમેક કરવામાં આવી હતી. આ ફિલ્મ એ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી.

aamir khan madhuri dixit bollywood buzz bollywood gossips bollywood entertainment news