2018માં લો બજેટ ફિલ્મોની રહી બોલબાલા

27 December, 2018 10:49 AM IST  | 

2018માં લો બજેટ ફિલ્મોની રહી બોલબાલા

2018ના વર્ષમાં આ લો બજેટ ફિલ્મોની રહી બોલબાલા

વર્ષ 2018 બોલીવુડ માટે હિટ સાબિત થયું છે. ખાસ કરીને લો બજેટ ફિલ્મોની બોલબાલા રહી છે. સાથે જ એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે દર્શકો ફિલ્મના બજેટથી નહીં પરંતુ કન્ટેન્ટથી જ થિયેટર સુધી આવે છે. એટલે જ ઓછા બજેટમાં બનેલી ફિ્લમો શાનદાર સ્ટોરી અને દમદાર એક્ટિંગને કારણે દર્શકોને દીવાના બનાવી શકી છે.

આલિયા ભટ્ટની 'રાઝી'થી લઈને આયુષ્માન ખુરાનાથી 'અંધાધૂન', રાની મુખર્જીની 'હિચકી', શ્રદ્ધા કપૂરની 'સ્ત્રી' અને સોહમ શાહની 'તુમ્બાડ' સુધીની તમામ ફિલ્મો ઓછા બજેટમાં બની પરંતુ દર્શકોએ આ તમામ ફિલ્મોને દિલ ખોલીને વખાણી છે.

અંધાધૂન

'અંધાધૂન'માં આયુષ્માન ખુરાના એક બ્લાઈન્ડ પિયાનો પ્લેયરના રોલમાં દેખાયા હતા. ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મની મર્ડર મિસ્ટ્રી દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી.

'બધાઈ હો'

આયુષ્માન ખુરાનાએ ફરી એકવાર 2018માં 'બધાઈ હો' સાથે પોતાની ક્ષમતા સાબિત કરી. દર્શકોના વખાણે આ ફિલ્મને પણ 2018ની હિટ ફિલ્મોના લિસ્ટમાં સામેલ કરી દીધી. જંગલી પિક્ચર્સની 'બધાઈ હો' લો બજેટ હોવા છતાં વિશ્વભરમાંથી 200 કરોડનું કલેક્શન કરવામાં સફળ રહી હતી.

તુમ્બાડ

સોહમ શાહે પોતાની ફિલ્મ 'તુમ્બાડ' સાથે બોલીવુડમાં નવો ચીલો ચાતર્યો છે. તુમ્બાડ ફેન્ટસી અને હોરર સ્ટોરીના મિક્સર સાથે થિયેટરની એક નવી જ શૈલી દર્શકો સામે મૂકી. 'તુમ્બાડ'માં દર્શકોને રોમાંચ અને ભયની રોલર કોસ્ટર રાઈડનો અનુભવ થયો.

સ્ત્રી

શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની હૉરર કોમેડી ફિલ્મ 'સ્ત્રી'એ દર્શકોને ડરાવવાની સાથે સાથે હસાવવાનું પણ કામ કર્યું. આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂરે દર્શકોને પોતાના દીવાના બનાવી દીધા.

રાઝી

ફિલ્મ 'રાઝી'માં ઈન્ટેલિજન્સ એજન્સીઝમાં મહિલા શક્તિની તાકાત દર્શાવાઈ. ફિલ્મમાં એક જાસૂસના ઝનૂનની સ્ટોરીને દર્શકોએ ખૂબ પસંદ કરી અને ફિલ્મ દર્શકોનું દિલ જીતવામાં સફળ રહી.

હિચકી

રાની મુખર્જીની હિચકી પણ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ. ફિલ્મ હિચકીમાં એક જુદી જ સ્ટોરી દર્શકો સુધી પહોંચાડાઈ. તેને પણ દર્શકોએ સ્વીકારી લીધી. ઓડિયન્સની સાથે સાથે ક્રિટિક્સે પણ આ ફિલ્મની પ્રશંસા કરી. સાથે 'હિચકી' 2018ની યાદગાર ફિલ્મોમાં સામેલ થઈ ગઈ. ફિલ્મે અનોખી સ્ટોરી અને એક્ટિંગ દ્વારા દર્શકોના મનમાં ખાસ જગ્યા બનાવી.

ઓડિયન્સની આ પ્રકારની ફિલ્મો પ્રત્યે વધતી રુચિ જોઈને હવે ડિરેક્ટર્સે પણ કમર કસી લીધી છે. હવે ડિરેક્ટર્સ પણ દમદાર કન્ટેન્ટ ધરાવતી ફિલ્મો પર કામ કરી રહ્યા છે. સરવાળે 2018નું વર્ષ સ્ત્રી, રાઝી, હિચકી, અંધાધૂન અને તુમ્બાડ જેવી લો બજેટ ફિલ્મો માટે યાદગાર રહ્યું છે.

bollywood raazi alia bhatt shraddha kapoor ayushmann khurrana