કોવિડને કારણે હજી પણ સો ટકા લોકો સિનેમા હૉલ્સમાં હાજરી નહીં આપે : જૉન એબ્રાહમ

25 November, 2021 04:13 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

જૉન એબ્રાહમનું કહેવું છે કે તેને એ વાતની જરા પણ ચિંતા નહોતી કે લોકો કોરોનાના ડરને કારણે થિયેટર્સમાં નહીં આવે.

જોન એબ્રાહમ

જૉન એબ્રાહમનું કહેવું છે કે તેને એ વાતની જરા પણ ચિંતા નહોતી કે લોકો કોરોનાના ડરને કારણે થિયેટર્સમાં નહીં આવે. તેને વિશ્વાસ હતો કે લોકો સિનેમા હૉલ્સ તરફ પાછા વળશે. તાજેતરમાં જ થિયેટર્સ શરૂ થતાં અક્ષયકુમારની ‘સૂર્યવંશી’ને રિલીઝ કરવામાં આવી છે. દોઢ વર્ષ બાદ થિયેટર્સ 
શરૂ થતાં લોકો પણ ફિલ્મ જોવા માટે ઉત્સાહિત છે. આજે જૉનની ‘સત્યમેવ જયતે 2’ રિલીઝ થવાની છે. 
થિયેટર્સ વિશે જૉને કહ્યું હતું કે ‘મને ડર નહોતો, હું પ્રૅક્ટિકલી વિચારતો હતો. હું જાણતો હતો કે એમાં સમય લાગશે. એ હજી પણ પ્રોસેસમાં છે. જો તમે મને પૂછશો કે શું લોકોની ૧૦૦ 
ટકા હાજરી છે? મારો જવાબ હશે ના. લોકો હજી પણ ગડમથલમાં છે કે થિયેટરમાં જવું કે નહીં. તમારા દિમાગમાં એક વ્યાવહારિક પુનર્ગણના ચાલતી હોય છે. કોઈ એક નિશ્ચિત ફિલ્મનું નિર્માણ કેવી રીતે કરવું જોઈએ, શૂટિંગ કઈ રીતે કરશો. માત્ર એ એક પુનર્ગણના હતી, કોઈ પ્રકારનો ડર નહોતો. તમારે માત્ર વર્તમાનની સ્થિતિ વિશે વિચારવાનું હોય છે.’

પ્રમોશન ટાઇમ
જોન એબ્રાહમ ગઈ કાલે જુહુમાં આવેલા એક થિયેટરમાં જોવા મળ્યો હતો. તેણે એક પ્રેસ- કૉન્ફરન્સમાં હાજરી આપી હતી.  સતેજ શિંદે

bollywood news john abraham