મારા દરેક સપનાને આદિત્ય ચોપડા અને કરણ જોહરે પૂરું કર્યું છે: શાહરુખ ખાન

04 June, 2019 11:21 PM IST  |  મુંબઈ

મારા દરેક સપનાને આદિત્ય ચોપડા અને કરણ જોહરે પૂરું કર્યું છે: શાહરુખ ખાન

શાહરુખ ખાન

શાહરુખ ખાનનું કહેવું છે કે તેનાં સપનાંઓને કરણ જોહર અને આદિત્ય ચોપડાએ પૂરાં કર્યાં છે. કરણ જોહર સાથે તેણે ‘કુછ કુછ હોતા હૈ’, ‘કભી ખુશી કભી ગમ’ અને ‘માય નેમ ઇઝ ખાન’માં કામ કર્યું હતું તો આદિત્ય ચોપડા સાથે ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’, ‘મોહબ્બતેં’ અને ‘રબ ને બના દી જોડી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ બન્નેનો ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને શાહરુખે ટ્વીટ કર્યું હતું કે ‘સપનાં જોનારા સારા હોય છે. જોકે એ સપનાંને યોગ્ય દિશા ન મળે તો એ વ્યર્થ છે. આ બન્નેએ તેમના માટે જે સપનાં જોયાં હતાં એ પહેલાં મારાં સપનાંઓને પૂરાં કર્યાં છે. હું બધાની સાથે આ વસ્તુ શું કામ શૅર કરી રહ્યો છું? કેમ કે તમને જાણ થવી જોઈએ કે તમારાં સપનાં કરતાં પણ એ લોકો ખૂબ મહત્ત્વના છે જેમણે તમારાં સપનાંઓ પૂરાં કર્યાં છે.’

Shah Rukh Khan karan johar aditya chopra bollywood