જુઓ સિંઘમનો ડેશિંગ અને આકર્ષક લુક, શું નવુ લઈને આવે છે અભિનેતા?

17 July, 2021 05:52 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

બૉલિવૂડ અભિનેતા અજય દેવગણની એત તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જેમાં તે ખુબ જ ડેશિંગ અને આકર્ષક લાગી રહ્યા છે.

અજય દેવગણ ( ફાઈલ ફોટો)

બૉલિવૂડ સિંઘમને નવા લુકમાં જોવા માટે ફેન્સ હંમેશા ઉત્સાહિત રહેતા હોય છે. તાજેતરમાં અભિનેતા અજય દેવગણ (Ajay devgan) નો એક નવો લુક સામે આવ્યો છે. જેમાં તે ખુબ જ ડેશિંગ અને આકર્ષક લાગી રહ્યા છે. જાણીતા અભિનેતા અજય દેવગણ આજકાલ તેની ફિલ્મ ‘ભુજ ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયા’માટે ખાસ હેડલાઇન્સમાં છે.  આ દરમિયાન તેનો નવો લુક સામે આવતા વધારે ચર્ચામાં આવ્યા છે.

 તાજતેરમાં જ અજય દેવગણ(ajay devgan) તેના બોડિગાર્ડનો જન્મદિવસ મનાવતા જોવા મળ્યા હતા. હાલમાં તેને એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ખુબ જ હેન્ડસમ લાગી રહ્યો છે.  સફેદ દાઢી અને લાંબા વાળમાં અભિનેતાને ઓળખવા ખૂબ મુશ્કેલ છે. તેમની આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.  તેમનો આ અંદાજ જોઈ ફેન્સના મનમાં અનેક સવાલ ઉભા થઈ રહ્યાં છે. 

સોશિયલ મીડિયા પર હેરસ્ટાઇલિસ્ટ આલીમ હકીમે અજય દેવગણનો તેની ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટો શેર કરતા તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, "અજય દેવગણનો ડેડલી લુક" અજયના આ લુકને તેના ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ જો સોર્સની વાત માનીએ તો તેમણે આ લુક પોતાની આગામી ફિલ્મ `Thank god`માટે રાખ્યો છે. ઘણા લુક ટેસ્ટ બાદ અજયના આ લુકને ફાઈનલ કરવામાં આવ્યો છે. 

અભિનેતાની ફિલ્મો વિશે વાત કરવામાં આવે તો તે ટૂંક સમયમાં જ તેમની ભુજ: ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયામાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે નોરા ફતેહી અને સોનાક્ષી સિન્હા પણ જોવા મળશે. ઉપરાંત તે RRR ફિલ્મમાં પણ જોવા મળશે. એટલું જ નહીં અજય દેવગણ પણ ટૂંક સમયમાં મેડે સાથે દિગ્દર્શક પદની શરૂઆત કરવા જઈ રહ્યા છે.

bollywood news ajay devgn