જોઈ લો એફઆઇઆરને લઈને કંગનાનો મૂડ

25 November, 2021 03:56 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

કંગના રનોટે પોતાનો હૉટ ફોટો શૅર કરીને જણાવ્યું કે તેનો ઘરમાં મૂડ કેવો છે.

કંગના રનૌત

કંગના રનોટે પોતાનો હૉટ ફોટો શૅર કરીને જણાવ્યું કે તેનો ઘરમાં મૂડ કેવો છે. તાજેતરમાં જ કૃષિ કાયદો પાછો લીધા બાદ કંગનાએ ખેડૂતોની સરખામણી ખાલિસ્તાન સાથે કરી હતી. તેણે દેશનાં પહેલાં મહિલા વડા પ્રધાન ઇન્દિરા ગાંધીને પણ યાદ કરીને કહ્યું હતું કે તેમણે ખાલિસ્તાનીઓને પગની નીચે કચડી નાખ્યા હતા. તેનાં આવાં નિવેદનો વિરુદ્ધ સિખ સમાજે એફઆરઆઇ દાખલ કર્યો છે. હવે એ ફરિયાદને જવાબ આપતાં કંગનાએ પોતાનો ફોટો શૅર કર્યો છે. એ ફોટોમાં તેણે હાઈ સ્લિટ સ્કર્ટ અને નેટેડ બોલ્ડ ટૉપ પહેર્યાં છે. એ ફોટોને ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને કંગનાએ કૅપ્શન આપી હતી કે ‘નવો દિવસ, નવો એફઆઇઆર. જો તેઓ કદાચ મારી ધરપકડ કરવા આવે તો ઘરમાં મારો મૂડ આવો રહેશે.’

kangana ranaut entertainment news