પાંચસો કરોડમાં બનેલી ‘આદિપુરુષ’એ રિલીઝ અગાઉ જ મેળવી લીધા ૪૩૨ કરોડ?

04 June, 2023 02:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જ બજેટનો ૮૫ ટકા ભાગ રિકવર થઈ ગયો છે. એવું જાણવા મળ્યું છે કે સૅટેલાઇટ રાઇટ્સ, મ્યુઝિક રાઇટ્સ અને ડિજિટલ રાઇટ્સમાંથી ફિલ્મને ૨૪૭ કરોડ રૂપિયા મળ્યા છે.

પાંચસો કરોડમાં બનેલી ‘આદિપુરુષ’એ રિલીઝ અગાઉ જ મેળવી લીધા ૪૩૨ કરોડ?

પ્રભાસની ‘આદિપુરુષ’ ૫૦૦ કરોડ રૂપિયાના બજેટમાં બની છે અને એની રિલીઝ અગાઉ ફિલ્મે ૪૩૨ કરોડ રૂપિયા મેળવી લીધા છે. આ ફિલ્મમાં ક્રિતી સૅનન, સૈફ અલી ખાન અને સની સિંહ લીડ રોલમાં છે. આ ફિલ્મને ઓમ રાઉતે ડિરેક્ટ કરી છે. ફિલ્મ ૧૬ જૂને થિયેટરમાં રિલીઝ થશે. જોકે ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જ બજેટનો ૮૫ ટકા ભાગ રિકવર થઈ ગયો છે. એવું જાણવા મળ્યું છે કે સૅટેલાઇટ રાઇટ્સ, મ્યુઝિક રાઇટ્સ અને ડિજિટલ રાઇટ્સમાંથી ફિલ્મને ૨૪૭ કરોડ રૂપિયા મળ્યા છે. સાથે જ સાઉથમાં આ ફિલ્મ રિલીઝ થવાથી ૧૮૫ કરોડ રૂપિયા નક્કી મળશે એવો અંદાજ લગાવવામાં આવે છે એટલે એમ કહી શકાય કે રિલીઝ પહેલાં જ થોડો ઘણો બિઝનેસ થઈ ગયો છે. 

bollywood news bollywood bollywood gossips entertainment news prabhas kriti sanon