Friendship Day પર `RRR` ફિલ્મનું દોસ્તી સોન્ગ રિલીઝ

01 August, 2021 03:50 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

બહુચર્ચિત ફિલ્મ `RRR`ફિલ્મનું એક ગીત આજે રિલીઝ થયુ છે. દોસ્તી પર આધારિત આ ગીતને આજે ફ્રેન્ડશિપ ડે પર  રિલીઝ કરવામાં આવ્યું છે.

Friendship Day પર `RRR` ફિલ્મનું દોસ્તી સોન્ગ રિલીઝ

બહુચર્ચિત ફિલ્મ `RRR`ફિલ્મનું એક ગીત આજે રિલીઝ થયુ છે. દોસ્તી પર આધારિત આ ગીતને આજે ફ્રેન્ડશિપ ડે પર  રિલીઝ કરવામાં આવ્યું છે. સાઉથ સિનેમાના સુપરસ્ટાર રામ ચરણ (Ram Charan)અને જૂનિયર એનટીઆર (Junior NTR)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘RRR’નો મ્યૂઝિક વીડીયો દોસ્તી રિલીઝ કરવામાં આવ્યો છે. 

દોસ્તી પરનું આ પહેલુ સોન્ગ ફિલ્મના ડાયરેક્ટર એસ. એસ. રાજમૌલીએ ટ્વીટર એકાઉન્ટ પર શૅર કર્યુ છે.  દોસ્તી સોન્ગ આ ફિલ્મનો પહેલો મ્યૂઝિક વીડિયો (Music Video)છે. તેને પાંચ સિંગર્સે ગાયું છે. અનિરુદ્ધ રવિચંદ્રન, વિજય યેસુદાસ, અમિત ત્રિવેદી, હેમચંદ્રા અને યાજિન નિજારે પોતાનો સ્વર આપ્યો છે. ગીતને પાંચ ભાષા તમિલ, તેલુગુ, મલયામલ, કન્નડ અને હિન્દીમાં રિલીઝ કરવામાં આવ્યું છે. આ સોન્ગમાં દોસ્તીનો સંદેશો આપવામાં આવ્યો છે. 


RRRના મ્યૂઝિક વીડિયોમાં રામ ચરણ અને જૂનિયર એનટીઆર લાસ્ટમાં એન્ટ્રી કરે છે.  ફ્રેન્ડશીપ ડે પર રિલીઝ રામ ચરણ અને જૂનિયર એનટીઆરનું આ ગીત દોસ્તીનો સંદેશ આપી રહ્યું છે. ગીતના લિરીક્સ રિયા મુખર્જીએ લખ્યા છે અને એમ. એમ. ક્રીમ દ્વારા કમ્પોઝ કરવામાં આવી રહ્યું છે. એસ. એસ. રાજમૌલીએ વીડિયો શેર કરતાં લખ્યું કે, ફ્રેન્ડશિપ ડે સાક્ષી છે, બે શક્તિશાળી રામરાજૂ અને ભીમ એક સાથે આવી રહ્યા છે. 

આ મલ્ટીસ્ટારર ફિલ્મ છે. તેમાં એનટીઆર જૂનિયર, રામ ચરણ, અજય દેવગણ (Ajay Devgn)અને આલિયા ભટ્ટ (Alia Bhatt) જેવા સ્ટાર્સ જોવા મળશે.RRR ફિલ્મની વાત કરવામાં આવે તો તે એક પીરિયડ ડ્રામા ફિલ્મ છે. તેમાં બે સ્વતંત્રતા સેનાનીઓ કોમરામ અને અલ્લરી સીતારામરાજૂ પર આધારિત એક કાલ્પનિક કહાની છે.  કોરોનાને કારણે આ ફિલ્મને 13 ઓક્ટોબરના રોજ રિલીઝ કરવામાં આવી શકે છે. 

રાજામૌલીની મલ્ટીસ્ટારર ફિલ્મ RRR ભારતની મોટી ફિલ્મો પૈકી એક છે. ફિલ્મનું બજેટ 450 કરોડની આસપાસ હોવાનું કહેવાય છે. ફિલ્મને હિન્દી, તેલુગુ, મલયાલમ, કન્નડ અને તમિલ ભાષામાં રિલીઝ કરવામાં આવશે. 

entertainment news