25 February, 2026 12:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમારેનો ભૂત બંગલાનો લુક
અક્ષય કુમારની આવનારી ફિલ્મ ‘ભૂત બંગલા’ હૉરર-કૉમેડી ફિલ્મ છે. અક્ષય કુમાર અને ડિરેક્ટર પ્રિયદર્શનની હિટ જોડી આ ફિલ્મથી ૧૬ વર્ષ બાદ ફરી મોટા પડદા પર પરત ફરી રહી છે. હવે મેકર્સે ફિલ્મનું નવું મોશન-પોસ્ટર રિલીઝ કર્યું છે.
રિલીઝ થયેલા મોશન-પોસ્ટરમાં અક્ષય કુમાર એક ભયાનક સિંહાસન પર બેઠેલો જોવા મળે છે. આ સિંહાસન પર ભયાનક ભૂતોના મસ્તક આકારની ડિઝાઇન બનાવવામાં આવી છે. અક્ષયે આંખ પર કાળાં ચશ્માં પહેર્યાં છે અને ગળા તથા હાથમાં અનેક રુદ્રાક્ષ અને માળાઓ ધારણ કરી છે. એક હાથમાં તે માળા જપતો જોવા મળે છે. લુંગી કે ધોતી જેવા વસ્ત્ર સાથે શર્ટલેસ લુકમાં દેખાતા અક્ષયનો અંદાજ કોઈ તાંત્રિક જેવો લાગે છે. આ સાથે જ ફિલ્મની રિલીઝ તારીખ ૧૦ એપ્રિલ હોવાનું જણાવાયું છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે વામિકા ગબ્બી, તબ્બુ અને પરેશ રાવલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ઉપરાંત રાજપાલ યાદવ અને મિથિલા પાલકર પણ મહત્ત્વપૂર્ણ પાત્રોમાં નજર આવશે.