આપણી લડાઈ આતંકવાદ સામે હોવી જોઈએઃ જૉન એબ્રાહમ

04 April, 2019 11:11 AM IST  | 

આપણી લડાઈ આતંકવાદ સામે હોવી જોઈએઃ જૉન એબ્રાહમ

જોહ્ન અબ્રાહમ (ફાઈલ ફોટો)

જૉન એબ્રાહમનું કહેવું છે કે આપણી લડાઈ આતંકવાદ સામે છે. ૧૪ ફેબ્રુઆરીએ થયેલા પુલવામા ટેરર અટૅક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય એવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે આ તમામ વાતોની વચ્ચે જૉન એબ્રાહમ તેની ‘રોમિયો અકબર વૉલ્ટર’ લઈને આવ્યો છે. આ ફિલ્મ પાંચ એપ્રિલે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં જૉન એક જાસૂસનું પાત્ર ભજવી રહ્યો છે. ફિલ્મને રિયલ લાઇફ જાસૂસની સ્ટોરી પરથી બનાવવામાં આવી છે. ભારતમાં હાલમાં દેશભક્તિનો માહોલ છે ત્યારે શું તેઓ આ ફિલ્મને રિલીઝ કરીને બૉક્સ-ઑફિસ પર વધુ કમાણી કરવાની તક ઉઠાવવા જઈ રહ્યા છે? આ સવાલનો જવાબ આપતાં જૉને કહ્યું હતું કે ‘આપણા દેશની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે કોઈ તક ઉપાડવા નથી માગતા. આ ફિલ્મની રિલીઝની તારીખ અમે એક વર્ષ પહેલાં જાહેર કરી હતી. એ સમયે દેશમાં કંઈ અત્યારે જે માહોલ છે એ નહોતો. જોકે અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ ફિલ્મ એની સાથે બંધબેસે છે.’

આ પણ વાંચોઃ દેશના દરેક ઘરમાં દીપિકા પાદુકોણથી પણ સૌથી વધુ લોકપ્રિય પાત્ર એટલે “દયા ભાભી”

પાકિસ્તાન અને ઇન્ડિયા વચ્ચે વધી રહેલા ટેન્શન વિશે પૂછતાં જૉને કહ્યું હતું કે ‘આપણે આતંકવાદ સામે લડવું જોઈએ નહીં કે કોઈ દેશ અથવા તો ધર્મની વિરુદ્ધ. હું મારા વિચારોને લઈને ખૂબ જ સ્ટોર છું. લોકોને આ ગમશે તો ચાલો આ કરીએ એવું મારામાં નથી આવતું.’

john abraham bollywood