Batla House Box Office Collection:50 કરોડની નજીક પહોંચી ફિલ્મ

19 August, 2019 09:23 AM IST  |  મુંબઈ

Batla House Box Office Collection:50 કરોડની નજીક પહોંચી ફિલ્મ

અક્ષયકુમારની મિશન મંગલ બોક્સ ઓફિસ શાનદાર કમાણી કરી રહી છે. આ મલ્ટી સ્ટારર ફિલ્મ 100 કરોડની નજીક પહોંચી રહી છે. તો બીજી તરફ બાટલા હાઉસ પણ ધીમી ગતિએ આગળ વધી રહી છે. જૉન અબ્રાહમની ફિલ્મની કમાણી 50 કરોડના આંકડાની નજીક પહોંચી છે. ઉલ્લેખનીય છે કે જૉન અબ્રાહમ સ્ટારર બાટલા હાઉસ અને મિશન મંગલ એક જ દિવસે રિલીઝ થઈ હોવા છતાંય બાટલા હાઉસે 15.15 કરોડનું ઓપનિંગ મળવ્યું હતું.

જૉન અબ્રાહમની પિલ્મ બાટલા હાઉસને ચાર દિવસના લોંગ વીક એન્ડનો ફાયદો પણ મળ્યો હતો. ફિલ્મે રવિવારની રજાના દિવસે પણ લગભગ 10 કરોડની કમાણી કરી હતી. આ સાથે જ ફિલ્મનું કુલ કલેક્શન 40 કરોડને પાર થઈ ચૂક્યુ છે.

શુક્રવારે ફિલ્મે 8.84 કરકોડ રૂપિયા, શનિવારે 10.90 કરોડની કમાણી કરી હતી. જે રીતે બોક્સ ઓફિસ પર ફિલ્મો વચ્ચે કોમ્પિટિશન ચાલી રહી છે, તે જોતા લાગે છે કે જૉન અબ્રાહમની ફિલ્મે અત્યાર સુધીમાં સારી કમાણી કરી છે. હાલ થિયેટર્સમાં અક્ષયકુમારની મિશન મંગલ અને હોલીવુડની ફિલ્મ ધ લાયન કિંગ પણ ચાલી રહી છે. ત્યારે બાટલા હાઉસ સારી કમાણી કરવામાં સફળ રહી છે. અને ફિલ્મ ટૂંક સમયમાં જ 50 કરોડને પાર પહોંચી શકે છે.

આ પણ વાંચોઃ Urvashi Solanki:જુઓ 'વિજયપથ'ની ગુજરાતી ગોરીનો કામણગારો અંદાજ 

ઉલ્લેખનીય છે કે જૉન અબ્રાહમ સ્ટારર બાટલા હાઉસ દિલ્હીના બહુચર્ચિત એન્કાઉન્ટર પર આધારિત છે. આ ફિલ્મમાં એક્શન ઉપરાંત દેશભક્તિ પણ કેન્દરમાં છે.

bollywood entertaintment john abraham