સોશ્યલ મીડિયાની લત યુવાપેઢીમાં ડિપ્રેશન લાવે છે

12 April, 2019 11:36 AM IST  | 

સોશ્યલ મીડિયાની લત યુવાપેઢીમાં ડિપ્રેશન લાવે છે

પ્રતીકાત્મક તસવીર

યુથ બુલેટિન

સોશ્યલ મીડિયાના અતિરેકના કારણે યુવાપેઢીના માનસિક સ્વાસ્થ્ય પર ઘેરી અસર થઈ છે એવું શોધી કાઢવામાં આવ્યું છે. અમેરિકન સાઇકોલોજિકલ એસોસિએશન દ્વારા પ્રકાશિત અહેવાલ અનુસાર વર્ષ ૧૯૯૫ બાદ જન્મેલી પેઢી એનઝાયટી અને ડિપ્રેશન જેવા રોગનો ભોગ બની રહી છે. છેલ્લા દાયકામાં યુવાનોમાં માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં થઈ રહેલા ઝડપી વધારાનું મુખ્ય કારણ સોશ્યલ મીડિયા હોવાનું જાણવા મળ્યું છે.

નિષ્ણાતોનું માનવું છે કે છેલ્લા એક દાયકામાં જ સોશ્યલ મીડિયાનો ક્રેઝ વધતાં તેમ જ અપૂરતી ઊંઘના લીધે ટીનેજરોની મેન્ટલ હેલ્થ પર સૌથી વધુ અસર થાય છે. ૧૮થી ૨૫ વર્ષની વયના ૬૩ ટકા યુવાનોમાં ડિપ્રેશનનાં લક્ષણો જોવા મળ્યાં હતાં, જેમાંથી ૭૧ ટકા યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય ગંભીર હોવાનું બહાર આવ્યું છે.

આ પણ વાંચો : ભૂલતા નહીં, ખુશી કોઈ આપી શકે, પણ સુખી તો તમારે જાતે જ થવું પડે

સેન્ટ ડિએગો સ્ટેટ યુનિવર્સિટીના સાઇકોલોજી વિષયના પ્રોફેસર જેન ટ્વેન્ગેએ આ દિશામાં વધુ અભ્યાસ કરતાં જાણવા મળ્યું હતું કે વર્ષ ૨૦૧૦ પછી સુસાઇડલ થૉટ્સ, સાઇકોલોજિકલ ડિસ્ટ્રેસ અને આત્મહત્યાના કિસ્સામાં પણ નોંધનીય વધારો થયો છે. અભ્યાસ કહે છે કે સોશ્યલ મીડિયાના અતિરેકથી સોશ્યલ એનઝાઇટી અને એકલતામાં પણ વધારો થયો છે.

columnists