કૉલમ : સમર સીઝનમાં મધર ટુ બીનાં આઉટફ્ટિ્સ કેવાં હોવાં જોઈએ?

14 May, 2019 12:51 PM IST  | 

કૉલમ : સમર સીઝનમાં મધર ટુ બીનાં આઉટફ્ટિ્સ કેવાં હોવાં જોઈએ?

કરીના કપૂર (ફાઇલ ફોટો)

ઉનાળો, પ્રેગ્નન્સી અને ફૅશન? આ શક્ય જ નથી એવું વિચારતાં હો તો તમારે વૉર્ડરોબમાં ચેન્જીસ કરવાની જરૂર છે. હવે એ જમાનો ગયો જ્યારે પ્રેગ્નન્સી દરમ્યાન મહિલાઓ પેટ ઓછું દેખાય અથવા ગર્ભાવસ્થાની લોકોને જાણ ન થાય એવાં ઢીલાં વસ્ત્રો પહેરતી હતી. આજની આધુનિક યુવતીઓને પ્રેગ્નન્સીમાં પણ ફશનેબલ રહેવું ગમે છે. હાલમાં અસહ્ય ગરમી છે ત્યારે આ મોસમમાં રિલૅક્સ ફીલ કરાવતાં ટ્રેન્ડી અને સ્ટાઇલિશ મેટરનિટી આઉટફિટ્સની પસંદગી કઈ રીતે કરવી જોઈએ એ જાણી લો.

ફૅબ્રિક

આ સીઝનમાં પ્રેગ્નેન્ટ મહિલાઓએ વજનમાં હળવાં વસ્ત્રો પસંદ કરવાં જોઈએ. કૉટન અને લિનન જેવા નૅચરલ ફૅબ્રિક્સ વજનમાં હળવાં હોય છે. જો તમે વધારે સમય રહેતાં હો તો સેમી કૉટન પહેરી શકાય, પરંતુ સૂર્યના સીધા સંપર્કમાં આવવાનું હોય ત્યારે ખાસ ધ્યાન આપવું. સિલ્ક, પૉલિસ્ટર અને રૅયોન જેવાં મટીરિયલથી પરસેવો વળશે અને અકળામણ પણ વધશે. આ અવસ્થામાં કાપડની ગુણવત્તાને પ્રાધાન્ય આપો.

કલેક્શન

દરેક પ્રેગ્નન્ટ મહિલા પાસે બ્લૅક અને વાઇટ કલરનાં સ્ટ્રેચેબલ લેગિંગ્સ હોવાં જ જોઈએ. લેગિંગ્સ તમારા પગને શેપ આપશે. આ એવા કલર છે જેની સાથે કોઈ પણ કલર મૅચ થઈ જાય છે. લેગિંગ્સની ઉપર તમે ફ્લોરલ કુર્તી, લાંબાં શર્ટ અને લૉન્ગ ટૅન્ક ટૉપ પહેરી સ્ટાઇલિશ દેખાઈ શકો છો. લેગિંગ્સ ઉપરાંત ઘૂંટણ સુધીની લેન્ગ્થના ઘેરવાળા સ્કર્ટનો પણ તમારા વૉર્ડરોબમાં સમાવેશ કરો. સ્કર્ટ ખરીદતી વખતે ઇલાસ્ટિક ચેક કરી લો. ટાઇટ લાગે તો નાડી પણ નાખી શકાય. પ્રિન્ટેડ સ્કર્ટ પર પ્લેન ટી-શર્ટ પહેરો. માર્કેટમાં મૅટરનિટી ટી-શર્ટ મળી રહેશે. કલર કૉમ્બિનેશનમાં મિસમેચ ટ્રેન્ડી લુક આપશે.

ગર્ભધારણ કર્યા બાદ જીન્સ ન પહેરી શકાય એ માન્યતા ખોટી છે. પ્રેગ્નન્ટ મહિલાઓ માટે સ્પેશ્યલી ડિઝાઇન કરવામાં આવ્યાં હોય એવાં બે-ત્રણ જીન્સ હાથવગાં રાખો. જીન્સ સાથે ટ્યુનિક અને ઉપરથી ખૂલતાં ટૉપ પહેરી શકાય. કેપ્રી અને પ્લાઝો પણ બેસ્ટ ઑપ્શન છે. જો તમે યોગ જેવી હળવી એક્સરસાઇઝ કરતાં હો તો ફોલ્ડ ઓવર યોગ પેન્ટ્સને તમારા કલેક્શનમાં ઉમેરો. પ્રેગ્નન્ટ લેડીના વૉર્ડરોબમાં સૌથી વધુ વન પીસ હોવા જોઈએ. વન પીસની લેન્થ પણ ઘૂંટણ સુધીની જ હોવી જોઈએ. આ ડ્રેસમાં તમારી પ્રેગ્નન્સી હાઇલાઇટ્સ થાય છે. સ્ટ્રિપ્સની ડિઝાઇન પૉપ્યુલર છે. ગર્ભાવસ્થાના એવરગ્રીન કલર છે બેબી પિન્ક અને બ્લુ. સમરમાં ફૅબ્રિક, ડ્રેસની લેન્ગ્થ અને કલર પર ફોકસ રાખો.

આ પણ વાંચો : મતદાનની મગજમારીની સમસ્યાના ઉપાયમાં ઈ-વોટિંગ શા માટે નહીં?

પ્રેગ્નન્સી દરમ્યાન ઉનાળામાં ગભરામણ થવી સામાન્ય બાબત છે. મૅટરનિટી આઉટફિટમાં નેકની ડિઝાઇન એવી હોવી જોઈએ, જેમાં તમે કમ્ફર્ટ ફીલ કરી શકો. વી શેપ અથવા ડીપ રાઉન્ડ નેકવાળા ડ્રેસમાં હળવાશ અનુભવી શકાય છે. આ સમયગાળા દરમ્યાન ટાઇટ બ્રા પહેરવા કરતાં બ્રેસ્ટ સપોર્ટિવ ટૉપ પસંદ કરવાં જોઈએ. સ્ટાઇલિશ આઉટફિટ્સ સાથે સ્કાર્ફ અને ટ્રેન્ડી સનવેર આકર્ષક દેખાશે.

columnists