Vintage Wine: જ્યારે ચાહકોએ આ અભિનેત્રી `પરી`નું બિરુદ આપ્યું

15 September, 2021 07:38 PM IST  |  Mumbai | Namrata Desai

સાયરા બાનુનાં મમ્મી નસીમ બાનુએ રૂપેરી પરદે કરેલી જમાવટની રોશનીનો ઝગમગાટ જોરદાર હતો

નસીમ બાનું

जवां है मुहोबत्त.. हँसी हैं जमाना..  શમશાદ બેગમના આ માદક અને મધુર કંઠે ગવાયેલા આ ગીત પર  દરેક પેઢીના રસિયાઓ આજે પણ ઝૂમવા માંડે છે. આ કર્ણપ્રિય ગીતનું એક જમાપાસું એ  પણ ખરું કે તે શમશાદ બેગમના કંઠે ગવાયેલું છે.  કદાચ શમશાદ બેગમ પેશાવર ન ચાલી ગયાં હોત તો!!!  આજે ભારતની કોકિલ કંઠી લતા મંગેશકરને બદલે શમશાદ બેગમ જ લેખાતે.
અને સાયરાબાનુ પણ પોતાની ફિલ્મીકારકિર્દીમાં ખાસ્સું એવું વર્ચસ્વ જમાવત. એક અલગ વાત છે કે,દિલીપકુમાર જેવાં પ્રતિભાશાળી મહાન અભિનેતાને પરણીને તેઓ  ફિલ્મઇન્ડસ્ટ્રીમાં  માન આદર પામ્યાં.  આ બધું વાંચીને કદાચ વાચકોને  આ અસંગત લાગશે!  પરંતુ શમસાદ બેગમ અને સાયરાબાનુને જોડતી કડી ઍટલે નસીમબાનું. આજની કોલમના વિંટેજ  વીન્ટેજ વાઇનનો આલ્હાદક ઘૂંટ ઍટલે નસીમબાનું. નસીમબાનું એટલે કે રોશનઆરા જૂની દિલ્હીમાં એક કલાકાર અને મનોરંજન ક્ષેત્રના પરિવારમાં શામશાદ બેગમના અત્યંત ખૂબસૂરત ફરજંદ. વળી તે બીજા કોઇ નહીં પણ  સાયરા બાનુનાં માતાજી.
લેજન્ડરી શમશાદ બેગમ કરતાં ફિલ્મોમાં આ  નસીમ બાનુંની કમાણી એટલે કે ફિલ્મનું વેતન એ સમયે ડબલ હતું. ૧૯૩૦ની આસપાસ એમણે ફિલ્મી કારકિર્દી શરૂ કરી અને લગભગ ૧૯૫૫ સુધી અભિનયના બેતાજ બાદશાહ અને દમદાર આવજના માલિક સોહરાબ મોદી સાથે સંગત જમાવી. મિનરવા મૂવી ટોન બેનર હેઠળ ફિલ્મ પૂકારમાં મહારાણી નૂરજહાંની ભૂમિકા ભજવીને પ્રથમ મહિલા સુપરસ્ટાર તરીકે ખૂબ લોકપ્રિય થયાં. અત્યંત ખૂબસૂરત આ એક્ટ્રેસ ઊપર  ફિલ્માવેલું આ જ ફિલ્મનું એક ખૂબસૂરત ગીત "જિંદગી કા સાઝ ભી કયા સાઝ્ હે..." જો ક્યાંકથી પણ વાચકોને સાંભળવા મળે તો ચૂકશો નહીં. ખૂન કા ખૂન, ખાન બહાદુર, પૂકાર, શીશ મહેલ, મીઠાઝહર, વાસંતી, ઊજાલા, ચાંદની રાત, અજીબ લડકી, અને અશોકકુમાર જોડે ચલ ચલ રે નોજવાન જેવી ફિલ્મો કરીને `પરી` ના હુલામણાં નામે પ્રસિદ્ધિ મેળવી.. તે જમાનામાં લોકોએ  નસીમ બાનુંને સૌંદર્યની પરિભાષામાં ઉચ્ચતમ શિખર પર બેસાડી પરીનું બિરુદ આપ્યું. આ બ્યુટીકવીને માતા શમશાદ બેગમની વિરુદ્ધ જઈને મોહમ્મદ અહેસાન નામે એક શખ્સ સાથે લગ્ન કરી તાજ મહેલ પિક્ચર નામે કંપની શરૂ કરી . એક પછી એક હિટ ફિલ્મો આપી નસીમબાનુંએ સુપરસ્ટાર, બ્યુટી ક્વીન અને સફળ ડિરેક્ટર પ્રોડ્યુસર તરીકે ખાસ્સી લોકપ્રિયતા અને દર્શકોનો પ્રેમ મેળવ્યો. તે સમયનાં મશહૂર એક્ટર સોહરાબ મોદી, પૃથ્વીરાજ કપૂર, ચંદ્ર મોહન, અશોકકુમાર અને શ્યામ, રહેમાન  જેવાં દિગ્ગજ એક્ટર સાથે સમાંતર ભૂમિકા ભજવીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક નવી જ દિશા કંડારી.  ૧૯૫૭માં નોશરવાને આદિલમાં એક નાનકડી ભૂમિકા ભજવીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને હંમેશને માટે અલવિદા કરી. પછી એમની પુત્રીનાં ડ્રેસ ડિઝઈનર તરીકે શરુઆત કરી એમાં `જંગલી` ફિલ્મથી બોલિવૂડમાં આ નસીમ બાનુની દીકરી નામે સાયરાબાનુ એક્ટ્રેસ તરીકે આપણને મળ્યાં.
આટલી રસપ્રદ બાબતોની જાણકારીથી શમશાદ બેગમ, નસીમબાનું અને સાયરાબાનુનો ત્રીવેણી સંગમ ઍટલે માં, દીકરી અને નાનીમાં.  એક જણવા જેવી વાત કે, જે શમશાદ બેગમની વિરુદ્ધ જઈને નસીમ બાનું એ લગ્ન કર્યા એ જ નસીમ બાનુંએ દીકરી સાયરા બાનુના લગ્ન દીકરીની મરજી મુજબ એનાં કરતાં 22 વરસ મોટાં દિલીકુમારની સાથે રાજીખુશીથી નિકાહ કરાવી આપ્યાં.

columnists entertainment news bollywood