મોટી ઊંમરે વાઈબ્રેટર વાપરવાથી કોઈ તકલીફ થાય ખરી?

22 October, 2021 03:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મોટી ઊંમરે વાઈબ્રેટર વાપરવાથી કોઈ તકલીફ થાય ખરી?

પ્રતિકાત્મક તસવીર

સવાલ: હું ૬૪ વરસનો છું. થોડાંક વર્ષો પહેલાં શીઘ્રસ્ખલન અટકાવવા માટે પેરૉક્સિટિનની ગોળીઓ લેતો હતો. એ પછી પત્નીની તબિયત ખરાબ રહેતી હતી એટલે સેક્સલાઇફમાં  સાવ જ સૂનકાર હતો. હવે વાઇફની તબિયત સારી છે. તે મારાથી સાત વર્ષ નાની છે અને તેની કામેચ્છા પણ પાછી જાગી છે. જોકે હવે મને ડાયાબિટીઝ અને બ્લડ-પ્રેશર પણ રહેતું હોવાથી ઉત્તેજના ટકાવવામાં મુશ્કેલી પડે છે. મને સ્ખલન વહેલું થઈ જાય છે એટલે પત્ની માટે વાઇબ્રેટર વાપરવાની ઇચ્છા છે. શું એનાથી લાંબા ગાળે કોઈ તકલીફ થાય ખરી? આંગળી નાખું તો ઇન્ફેક્શન થાય? એકસાથે બે આંગળી યોનિમાર્ગમાં નાખીને હલાવવાથી કે વાયેગ્રા કે પેરૉક્સિટિન લેવાથી મને બીજી કોઈ આડઅસર થઈ શકે?

જવાબ: મોટી ઉંમરે તમે કોઈ પણ દવા શરૂ કરતા હો તો આ બાબતે જાતે નિર્ણય ન લેતાં ફૅમિલી ડૉક્ટર અથવા તો સેક્સોલૉજિસ્ટને બતાવીને જ આગળ વધવું. તમે બ્લડ-પ્રેશરની કઈ દવા લો છો એ જોયા પછી જ તમે વાયેગ્રા લઈ શકો કે નહીં એ નક્કી થઈ શકે. શીઘ્રસ્ખલન માટે હવે ડૅપોક્સિટિન નામની નવી દવા આવી છે. એ ઓછી આડઅસર સાથે સમાગમ લંબાવવામાં મદદરૂપ થાય છે. બન્ને પાર્ટનરને સંતોષ થાય એનું નામ છે સંભોગ. જ્યારે પત્નીને મૈથુનથી ચરમસીમાનો અનુભવ ન થતો હોય તો મુખમૈથુન કે હસ્તમૈથુન એ ખૂબ સારું વેરિયેશન બને છે. આવા સમયે  વાઇબ્રેટર કે આંગળીનો મસાજ પણ સંપૂર્ણપણે સલામત છે, પરંતુ એની સ્વચ્છતા જાળવવા બાબતે સભાન રહેવું જરૂરી છે.

વાઇબ્રેટર જુદી-જુદી સ્પીડ ધરાવતાં હોય છે. કોઈ પણ એક જ સ્પીડને બદલે ઍડ્જસ્ટ થઈ શકે એવી સ્પીડવાળું બૅટરી ઑપરેટેડ વાઇબ્રેટર ખરીદવું જોઈએ. દરેક વખતે વાઇબ્રેટર વાપર્યા પછી એના પર લાગેલું ફ્લુઇડ સાફ કરી લેવું જરૂરી છે. વાપર્યા પછી એને ડિસઇન્ફેક્ટન્ટથી સાફ કરીને પછી જ મૂકવું. આ પ્રકારનું વાઇબ્રેટર બીજું કોઈ ન વાપરે એ પણ જોવું જરૂરી છે. આંગળીના નખ કાપેલા અને સાફ હોય એનું ધ્યાન રાખવું. હાથ સ્વચ્છ નહીં હોય તો અંદર ઇન્ફેક્શન થવાની શક્યતાઓ રહે છે. આ પ્રક્રિયાઓ પછી પ્રાઇવેટ પાર્ટને ચોખ્ખા પાણીથી સાફ કરવો પણ એટલું જ જરૂરી છે.

love sex aur dhokha dr ravi kothari columnists